AD

GSEB બોર્ડ નો મહત્વ નો નિર્ણય : ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા નવા અભ્યાસક્રમ મુજબ લેવાશે, રિપીટર વિદ્યાર્થી જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા નહીં આપી શકે.

 GSEB બોર્ડ નો મહત્વ નો નિર્ણય : ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા નવા અભ્યાસક્રમ મુજબ લેવાશે, રિપીટર વિદ્યાર્થી જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા નહીં આપી શકે.




હવે 50 ટકા એમસીક્યુ, 50 ટકા સબ્જેક્ટિવ પ્રશ્નો હશે
આગામી ધો.12 સાયન્સની પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ અનુસાર જ લેવામાં આવશે. જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિના સુધી તક આપવામાં આવી હતી. આ મુદત પૂર્ણ થતાં હવે તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે. બોર્ડ દ્વારા હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે નહીં. 

નવા અભ્યાસક્રમ અનુસાર 50 ટકા એમસીક્યુ અને 50 ટકા સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોના આધારે પેપર લેવામાં આવશે.

ધો.12 સાયન્સમાં જૂન-2019થી હિન્દી પ્રથમ ભાષા, અંગ્રેજી પ્રથમ ભાષા, ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયોમાં એનસીઇઆરટીના અભ્યાસક્રમ મુજબ નવાં પાઠ્યપુસ્તકો અમલમાં આવેલાં છે. આ અભ્યાસક્રમ મુજબ પ્રથમ પરીક્ષા માર્ચ-2020માં યોજવામાં આવી હતી.

 માર્ચ-2020 પહેલાંની પરીક્ષાના રિપીટર વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2017-18 અને 2018-19ના વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી, ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન વિષયોની ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનાં જૂનાં પુસ્તક આધારીત અભ્યાસક્રમ મુજબની પરીક્ષાની ઓગસ્ટ-2021 સુધી પૂરતી તક આપવામાં આવેલી હતી.

હવે આ મુદત પૂર્ણ થતાં જૂના પાઠ્યપુસ્તક આધારીત અભ્યાસક્રમ મુજબની પરીક્ષા લેવામાં આવશે નહીં, તે અંગે બોર્ડ દ્વારા પરિપત્ર કરી સૂચના અપાઈ છે. આગામી માર્ચ-2022 યોજાનારી ધો.12 સાયન્સની તમામ પ્રકારના વિદ્યાર્થીઓની પરીક્ષા એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ 50 ટકા ઓએમઆર અને 50 ટકા સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન પદ્ધતિથી જ લેવામાં આવશે. 

ધો.12 સાયન્સમાં અગાઉ જે વિદ્યાર્થીઓ જૂના અભ્યાસક્રમ આધારીત પરીક્ષા આપ્યા બાદ પણ પાસ થયા નથી તેમને હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની તક મળશે નહીં. 

નવા અભ્યાસક્રમ મુજબ જ બોર્ડની પરીક્ષા આપવી પડશે.


Keywords.

Board exam 2022 update, sellybus, gujarat board sellybus,std 12 science, dhoran 12 board exam 2022 exam petern, board 2022, gujarat board exam time table, digital shala


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ