Author :- Asharafkhan Vihari
Most
imp
પેપર વિજ્ઞાન ધો-૧૦ પેપર (1)
...................................................................................................................................................................................
વિભાગ-A
નીચે આપેલા પ્રશ્ન નં ૧ થી ૧૬. ના આશરે ૧૦ થી ૨૦
શબ્દોમાં માગ્યા મુજબ ઉતર લખો :
● આપેલા વિધાનો સાચાં બને તે રીતે ખાલી જગ્યા પૂરો :
૧. Fe, Zn, AI અને Mgમાં ....... વધુ સક્રિય
ધાતુ છે.
૨. બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સયોજન છે.
જેમાં ક્રીયાસિલ સમૂહ .........છે.
૩. ‘નૈસર્ગિક પસંદગી વડે જાતિનો ઉદ્રીકાસ’
પરીકલ્પના ...........નામના વૈજ્ઞાનીકે સરું કરી હતી.
૪. વનસ્પતિમાં ........... અંત : સ્ત્રાવ
વૃદ્ધિ – અવરોધક તરીકે કાર્ય કરે છે.
● નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૫. આલ્કેન કરતા અનુવર્તી આલ્કીન કે આલ્કાઈન
સયોજનોની ક્રીયાસિલ વધુ છે.
૬. પાણી કરતા કાચ માધ્યમમાં પ્રકાશ ની જડપ વધુ
હોય છે.
૭. માનવસરીરમાં એડ્રીનલ ગ્રંથી જોડીમાં હોતી
નથી.
● આપેલા બહુવિકલ્પી ઉતર વાળા પ્રશ્નો માટે સાચાં વિકલ્પનો ક્રમ અને ઉતર
લખો:
૮. આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં નીચેના
પૈકી કયું તત્વ આવેલું નથી ?
(A) સોડીયમ
(B) મેગ્નેશિયમ
(C) કાર્બન
(D) સલ્ફર
૯. વાતાવરણને લીધે ક્યાં રંગના પ્રકાશ નું
પ્રકીર્ણન સૌથી વધારે થાય છે?
(A) વાદળી
(B) પીળા
(C) લીલા
(D) લાલ
૧૦. શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે?
(A)
ગર્ભાસયમાં
(B)
ગ્રીવામાં
(C)
યોનિમાર્ગમાં
(D)
અન્ડવાહિનીમાં
૧૧. આપેલા બે વિભાગોને સાચી રીતે જોડતો વિકલ્પ
પસંદ કરો :
વિભાગ A (ઉત્ક્રાંતીના
પુરાવા) |
વિભાગ B (ઉદાહરણ) |
૧.સમમુલક
અંગો ૨.
કાર્યસદય અંગો ૩.અશ્મિઓ |
a.પક્ષી ની
પાંખ અને પતંગીયાની પાંખ b.નાઈટીઆ
અને રાજાસુરસ c.
ગરોળીનું અગ્રઉપાંગ અને મનુષ્ય નો હાથ |
A.(૧-c),(૨-a),(૩-b) B.(૧-a),(૨-c),(૩-b)
C.(૧-b),(૨-a),(૩-c) D.(૧-c),(૨-b),(૩-a)
● આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉતર લખો:
૧૨. સમસ્થાનિકોની વ્યાખ્યા આપો.
૧૩. ચલ અવરોધની પરિપથ સજ્ઞા દર્શાવો.
૧૪. અશ્મીબળતણ ક્યાં ક્યાં છે?
૧૫. નિવસતંત્રની વ્યાખ્યા આપો.
૧૬. જળસંગ્રહનો શો હેતુ છે?
વિભાગ- B
● નીચે આપેલા પ્રશ્ન નં ૧૭ થી ૨૬ના આશરે ૪૦ થી ૫૦ શબ્દોમાં માગ્યા
નુજ્બ ઉતર લખો:
૧૭. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? તેના બે
ઉદાહરણ આપો.
૧૮. વૈજ્ઞાનીક કારણ આપો : સોડીયમને કેરોશીનમાં
રાખવામાં આવે છે.
૧૯. આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલીફના આવર્ત
કોષ્ટક વચ્ચેના તફાવત ના બે મુદ્દા આપો.
અથવા
૧૯. એક જ સમુહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય
ત્રિજ્યા માં થતો ફેરફાર સમજાવો.
૨૦. મનુષ્યના ઉત્સર્જનતંત્રના ચાર અવયવોના નામ
આપો.
અથવા
૨૦. શા માટે આપણા જેવા બહુકોષી સજીવોમાં
ઓક્શીજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા કરે છે ?
૨૧. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના બે ફાયદા
જણાવો.
૨૨.ગોલિય અરીસાના સદર્ભમાં વક્ર્તાકેન્દ્ર અને
કેન્દ્રલંબાઈની વ્યાખ્યા આપો.
૨૩. વિધુતપ્રવાહની વ્યાખ્યા આપો. તેનું સૂત્ર
લખી, તેના એકમ વ્યાખ્યાયિત કરો.
અથવા
૨૩. વિધુતપરિપથમાં વપરાતા નીચેના વિધુતઘટકોને
સજ્ઞા સ્વરૂપે દર્શાવો :
(૧) વિધુતકોષ (૨) ૬ Vની
બેટરી (૩) વિધુત બલ્બ (૪) ચલિત અવરોધ
૨૪. ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણીકતાઓ જણાવો.
૨૫. તફાવતના બે-બે મુદા આપો: ઉત્પાદક સજીવો અને
ઉપભોગી સજીવો
૨૬. આપણે કોલસા અને પેટ્રોલીયમનો ઉપયોગ
વિવેકપૂર્વક કરવો જોઈએ. શા માટે?
અથવા
૨૬. જંગલ-સરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો
જણાવો.
વિભાગ-C
● નીચે આપેલા પ્રશ્ન નં ૨૭ થી ૩૪ના આશરે ૬૦થી ૮૦ શબ્દોમાં મુદાસર ઉતર
લખો :
૨૭. પદાર્થ ‘X’નું દ્રાવણ પદાર્થ ‘Y’ છે,
પદાર્થ ‘X’નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે.
(૧) પદાર્થ ‘X’નું નામ આપો. તેનું સૂત્ર લખો.
(૨) પદાર્થ ‘X’ની પાણી સાથેની પ્રક્રિયા લખો. તેનું રાસાયણિક સમીકરણ આપો.
(૩) પદાર્થ ‘Y’ની કાર્બન ડાયોક્સાઈડ સાથેની પ્રક્રિયા લખી, તેનું રાસાયણિક
સમીકરણ લખો.
૨૮. નીચેના પ્રશ્નોના ઉતર લખો :
(૧) AI, Cu, Fe, Pb, Mg, Zn અને Na ધાતુઓને
તેમની ઓક્શીજન પ્રત્યેની ક્રીયાશીલતાના ઉતરતા ક્રમમાં ગોઠવો
(૨) એવી બે ધાતુઓ જે મંદ એસીડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે અને
બે ધાતુઓ કે જે આમ ન કરી શકે તેમના નામ આપો.
(૩) એવી બે ધાતુઓના ઉદાહરણ આપો કે જે-
(૧)છરી વડે આસાનીથી કાપી શકાય (ii)
ઉષ્માની ઉત્તમ વાહક છે.
અથવા
૨૮. આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો લખો.
૨૯. વનસ્પતિ અંત:સ્ત્રાવોના નામ અને તેની અસરો
જણાવો.
૩૦. સ્ત્રીના પ્રજનનતંત્રની આકૃતિ દોરી
પ્રજનનઅંગોના નામ જણાવો. કોઈ પણ બે પ્રજનનઅંગો વર્ણવો.
૩૧. લિંગનિશ્ચયન એટલે શું? પ્રાણીઓમાં લિંગનિશ્ચયનની વિવિધ રીતો જણાવો.
અથવા
૩૧. સમમુલક અંગો એટલે શું ? ઉદાહરણ આપો. સમમુલક
અંગો કઈ રીતે ઉદ્રીકાસના પુરાવા આપે છે ?
૩૨. અંતગોળ અરીસાની સામે વસ્તુને
વક્રતાકેન્દ્રથી દુર મુકવાથી મળતા પ્રતીબીમ્બના સ્થાન, પ્રકાર અને પરિણામ દર્શાવતી
કિરણાકૃતી દોરો.
અથવા
૩૨. ૧૮cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતગોળ અરીસાની
સામે ૨૭cm દુર ૭cm લંબાઈની એક વસ્તુ મૂકી છે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા
તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ કેન્દ્રિત થશે ? પ્રતિબિંબ નો પ્રકાર અને પરિમાણ (સાઈજ)
શોધો.
૩૩. અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય
અવરોધનો સૂત્ર તારવો
૩૪. પવન – ઉર્જાના ફાયદા અને પવન - ઉર્જા ના
ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે, તે જણાવો.
વિભાગ D
નીચેના
આપેલા પ્રશ્ન નં ૩૫થી ૩૯ના આસરે ૯૦થી ૧૨૦ શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તર ઉતર લખો :
૩૫. નીચેના પ્રશ્નોના ઉતર લખો
(૧) દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયા રાસાયણિક સમીકરણ આપી સમજાવો.
(૨) શું ઝીંક મંદ HCL અને મંદ HNO3 સાથે H2 વાયુ મુક્ત
કરે છે? પ્રક્રિયા સમીકરણથી દર્શાવો. કોઈ એસિડ સાથે ઝીંક પ્રક્રિયા ન કરે, તો
તેનું કારણ આપો.
અથવા
૩૫. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ચાર ઉપયોગો
લખો.
૩૬. નીચેના પ્રશ્નો ના ઉતર લખો :
(૧) સામનધર્મી શ્રેણી એટલે શું ? તેની લાક્ષણીકતાઓ જણાવો.
(૨) નીચેના સંયોજનોના IUPAC નામ પરથી બંધારણીય સુત્રો આપો :
(i) ઇથેનોલ (ii) પ્રોપેનોઈકએસિડ (iii) પેન્ટેનોલ (iv) ૨-પેન્ટેનોન
૩૭. મનુષ્યના જઠરમાં અને નાના આંતરડામાં
ખોરાકનું પાચન સમજાવો.
૩૮. લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો. તેને
કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્રારા દર્શાવો.
૩૯. AC વિધુત જનરેટરનો સિદ્રાંત, આકૃતિ, કાર્ય
પદ્ધતિ અને ઉપયોગ જણાવો.
અથવા
૩૯. સમજાવો: શોર્ટ-સર્કીટીંગ અને
ઓવરલોડીંગ
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
Most
imp
પેપર વિજ્ઞાન ધો-૧૦ પેપર (2)
...................................................................................................................................................................................
વિભાગ-A
નીચે આપેલા પ્રશ્ન નં ૧ થી ૧૬. ના આશરે ૧૦ થી ૨૦
શબ્દોમાં માગ્યા મુજબ ઉતર લખો :
● આપેલા વિધાનો સાચાં બને તે રીતે ખાલી જગ્યા પૂરો :
૧. દ્રવ્યનું સર્જન કે વિનાસ થઇ શકતો નથી. આ
નિયમ.........તરીકે ઓળખાય છે.
૨. કર્બોક્સીલક એસિડની ઉદ્દીપકની હાજરીમાં
આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી..........બને છે.
૩. પૃથ્વી પર હાલની માનવજાતિનું મૂળ ઉદ્ગમ
.............છે.
૪. .......... અંત:સ્ત્રાવના સંશ્લેષણ માટે
આયોડીન આવશ્યક છે.
● નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૫. ફોર્માંલ્ડીહાઇડનું આણ્વીય સૂત્ર HCHO છે.
૬. બહિર્ગોળ લેન્સ નો પાવર + 5.0 D હોય, તો
તેની કેન્દ્રલંબાઈ 50 CM છે.
૭. પુષ્પમાં પરાગનલીકાની વૃદ્ધિ અંડક તરફ
થવાનું કારણ રસાયણવર્તન છે.
● આપેલા બહુવિકલ્પી ઉતર વાળા પ્રશ્નો માટે સાચાં વિકલ્પનો ક્રમ અને ઉતર
લખો:
૮. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં રાખેલ ખાલી
જગ્યા માટે આગાહી કરાયેલ એકા-એલ્યુમીનીયમના સ્થાને કયું તત્વ બાદમાં ગોઠવવામાં
આવ્યું ?
(A) સ્કેન્ડીયમ
(B) ગેલિયમ
(C) જર્મનીયમ
(D) આર્ગન
૯. પ્રિજમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં
ક્યાં રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે ?
(A) જાંબલી
(B) વાદળી
(C) લીલા
(D) લાલ
૧૦. નીચેના પૈકી કયું સજીવ પુનર્જનન દર્શાવે છે
?
(A)
યીસ્ટ
(B)
રાઈજોપસ
(C)
પ્લેનેરીયા
(D)
અમીબા
૧૧. આપેલા બે વિભાગોને સાચી રીતે જોડતો વિકલ્પ
પસંદ કરો :
વિભાગ A (વિજ્ઞાનિકનું
નામ ) |
વિભાગ B (શોધ) |
૧. મેન્ડલ ૨. ચાલ્સ
ડાર્વિન ૩. મિલર
અને ઉરી (યુરી) |
a.કાર્બનિક
અણુઓના રાસાયણિક સંશ્લેષણથી પ્રથમ જીવની ઉત્પતિ થઇ છે, તેની પ્રયોગો ધ્વારા
સાબિતી આપી. b.આનુવસીકતા
અંગે વટાણાના છોડ પર પ્રયોગ કર્યો. c.
પ્રાકૃતિક પસંદગીનો વાદ રજુ કર્યો. |
A.(૧-b),(૨-a),(૩-c) B.(૧-a),(૨-b),(૩-c)
C.(૧-c),(૨-b),(૩-a) D.(૧-b),(૨-c),(૩-a)
● આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉતર લખો:
૧૨. ક્યાં તત્વને કુલ ત્રણ કક્ષાઓ છે અને તેની
સયોજકતા કક્ષામાં ચાર ઈલેક્ટ્રોન ધરાવે છે ?
૧૩. વિધુતસ્થીતીમાંનનો તફાવત ક્યાં સાધન વડે
માપી શકાય છે?
૧૪. સૌર્ય-ઉર્જા આધારિત સાધનોના નામ આપો.
૧૫. જૈવિક વિશાલન એટલે શું?
૧૬. ક્યાં વુંક્ષોના વાવેતરથી ઉદ્યોગોને લાભ
થાય છે?
વિભાગ- B
● નીચે આપેલા પ્રશ્ન નં ૧૭ થી ૨૬ના આશરે ૪૦ થી ૫૦ શબ્દોમાં માગ્યા
નુજ્બ ઉતર લખો:
૧૭. જમીનમાં pHનું મહત્ત્વ સમજાવો.
૧૮.
વૈજ્ઞાનીક કારણ આપો : કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ
સ્ટીલ વપરાતું નથી.
૧૯. એક તત્વનો પરમાણ્વીય ક્રમાંક ૧૭ છે.
(૧) આ તત્વનું નામ અને તેની ઈલેક્ટ્રોન-રચના જણાવો :
(૨) આ તત્વનું આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો.
અથવા
૧૯. નીચેના તત્વો આવર્તકોષ્ટકના કયા સમુહમાં
આવેલા છે, તે જણાવો :
(૧) બોરોન (૨) ફ્લોરીન (૩) મેગ્નેશિયમ (૪) હિલિયમ
૨૦. તફાવતના બે-બે મુદ્દા આપો : ધમની અને શિરો
અથવા
૨૦. તફાવતના બે-બે મુદ્દા આપો : જલ્વાહ્ક પેશી
અને અન્ન્વાહ્ક પેશી
૨૧. પુષ્પના આયામ છેદની નામનીર્દશનવાળી આકૃતિ
દોરો.
૨૨. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે
અને ધ્રુવની વચ્ચે મુકતા મળતા પ્રતિબિંબની કિરણકૃતિ દોરી. તે પરથી પ્રતિબિંબનું
સ્થાન, પ્રકાર અને પરિણામ જણાવો.
૨૩. ત્રણ અવરોધોના સમાંતર જોડાણ દર્શાવતો
વિધુતપરિપથ દોરો. તેમનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર લખો.
અથવા
૨૩. વિધુતસ્થીતીમાંનના તફાવતની વ્યાખ્યા લખી ,
તેનું સૂત્ર જણાવો. વિધુતસ્થીતીમાંનનો તફાવત માપવા માટે વપરાતા સાધનનું નામ લખો.
૨૪. પ્રેરિત વિધુતપ્રવાહની દિશા નક્કી કરવા
માટે ના નિયમનું નામ જણાવો અને નિયમ લખો.
૨૫. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે ? ઓઝોન
સ્તરની અગત્ય જણાવો.
૨૬. જંગલોની અગત્ય જણાવો.
અથવા
૨૬. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના નિયત્રણ
માટેના પગલાં સૂચવો.
વિભાગ-C
● નીચે આપેલા પ્રશ્ન નં ૨૭ થી ૩૪ના આશરે ૬૦થી ૮૦ શબ્દોમાં મુદાસર ઉતર
લખો :
૨૭. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સીડેસન
પામતા અને રીડ્ક્સન પામતા પદાર્થો ને ઓળખો.
(૧) 4Na(s) + O2(g) → 2NaO(s)
(૨) CuO(s) + H2 (g) → Cu(s) + H2 O(g)
(૩) 2PbO(s) + C(s) → 2Pb(s) + CO2(g)
૨૮. નીચેના પ્રશ્નોના ઉતર લખો :
(૧) રાસાયણિક ગુણધર્મોને આધારે ધાતુઓ અને
અધાતુઓ વચ્ચેના તફાવતના ત્રણ મીદ્દા આપો.
(૨) વેજ્ઞાનિક કારણ આપો : એલ્યુમીનીયમ ખુબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ
છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે.
અથવા
૨૮. નીચેના પ્રશ્નોના ઉતર લખો :
(૧)
લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે ?
(૨)
ક્ષારણના ત્રણ ઉદાહરણ આપો.
૨૯. વનસ્પતિઅંગોની પ્રતિક્રિયાના આધારે કોઈ
ત્રણ આવર્તનના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.
૩૦. સ્ત્રીમાં માસિક ચક્ર (ઋતુસ્ત્રાવ) સમજાવો.
સ્ત્રીમાં અંડકોષ ફ્લીન ન થાય તો શું થાય ?
૩૧. કાર્યસદશ અંગો ઉદાહરણ આપી સમજાવો. વિવિધ
પ્રાણીઓમાં કાર્યસદશ અંગોની હાજરી શું સૂચવે છે ?
અથવા
૩૧. કુત્રિમ પસંદગીના ઉપયોગથી ખેડૂતોએ કોબીજની
જંગલી જાતમાંથી કેવી રીતે કઈ કઈ બીજી જાતો વિકસાવી છે ?
૩૨. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને મુખ્ય
કેન્દ્ર F1 અને 2F1 વચ્ચે મૂકતા પ્રતિંબિંબની કિરણકુર્તી
દોરો. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિણામ જણાવો.
અથવા
૩૨. 15cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી
10cm દુર વસ્તુને મૂકી છે. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો.
૩૩. ‘‘ વિધુત અવરોધકતા એ દ્રવ્ય નો લાક્ષણિક
ગુણધર્મ છે.’’ આ વિધાન સમજાવો.
૩૪.નીચેના માંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં કઈ
મર્યાદાઓ છે ?
(૧) પવન (૨) સમુદ્રના તરંગા
(મોજાં) (૩) ભરતી
વિભાગ D
● નીચેના આપેલા પ્રશ્ન નં ૩૫થી ૩૯ના આસરે ૯૦થી ૧૨૦ શબ્દોમાં
માગ્યા મુજબ સવિસ્તર ઉતર લખો :
૩૫. નીચેના પ્રશ્નોના ઉતર લખો
(૧) સોડીયમ કાર્બોનેટ અને સોડીયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક
એસીડ સાથેની પર્ક્રિયા જણાવી, તેના સમતોલિત સમીકરણ લખો.
(૨) કેલ્શિયમ હાઇડ્રોકસાઈડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં
કાર્બંડાયોકસાઈડ વાયુ પસાર કરતા કઈ નીપજો મળે છે ? મળતી નીપજની પાણીમાં દ્ર્વ્યતા
જણાવો.
અથવા
૩૫. બેકિંગ સોડાની બનાવટ અને ચાર ઉપયોગો લખો.
૩૬. ક્રિયાશીલ સમૂહ એટલે શું / કોઈ પણ ચાર
ક્રિયાશીલ સમૂહ જણાવો. દરેકના બે-બે ઉદાહરણ આપો.
૩૭. મનુષ્યનું સ્વશ્ન્તંત્ર આકૃતિ દોરી સમજાવો.
૩૮. ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું ? તેને કેવી
રીતે નિવારી શકાય છે ? લાગુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામીના તફાવતના બે મુદ્દા
આપો.
૩૯. એકદીશ પ્રવાહ (DC) અને ઊલટસુલટ પ્રવાહ (AC)
સમજાવો. તેમની વચ્ચેનો તફાવત જણાવો.
અથવા
૩૯. સોલેનોઇડ એટલે શું ? વિધુતપ્રવાહધારિત
સોલેનોઈડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લક્ષણીક્તાઓ જણાવો. ચુંબકીય ક્ષેત્રની
આલૃતિ દોરો.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
Most
imp
પેપર વિજ્ઞાન ધો-૧૦ પેપર (3)
...................................................................................................................................................................................
વિભાગ-A
નીચે આપેલા પ્રશ્ન નં ૧ થી ૧૬. ના આશરે ૧૦ થી ૨૦
શબ્દોમાં માગ્યા મુજબ ઉતર લખો :
● આપેલા વિધાનો સાચાં બને તે રીતે ખાલી જગ્યા પૂરો :
૧. બેરીયમ ક્લોરાઈડ અને પોટેશિયમ સલ્ફેટ વચ્ચેની
રાસાયણિક પ્રક્રિયામાં..........ના સફેદ અવક્ષેપ ઉત્તપન થાય છે.
૨. ઇથેનાલમાં હાજર ક્રિયાશીલ સમૂહનું
સૂત્ર..........છે.
૩. ............ને ઉદવિકાસનો દસ્તાવેજી પુરાવો
માનવામાં આવે છે.
૪. ........... અંત:સ્ત્રાવ આપણા શરીરને
કટોકટીની પરિસ્થી માટે તૈયાર કરે છે.
● નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૫. ઇથેનાલનું બંધારણીય સૂત્ર CH3CH2OH
છે.
૬. અંતગોર્લ અરીસા, બહિર્ગોળ અરીસા અને સમતલ
અરીસા વડે આભાસી પ્રતિબિંબ મેળવી શકાય છે.
૭. ઇસ્ટ્રોજન નર જાતીય અંત:સ્ત્રાવ છે.
● આપેલા બહુવિકલ્પી ઉતર વાળા પ્રશ્નો માટે સાચાં વિકલ્પનો ક્રમ અને ઉતર
લખો:
૮. આધુનિક આવર્ત કોષ્ટકમાં બીજા સમૂહ અને ત્રીજા
આવર્તમાં આવેલ તત્વ કયું છે?
(A) Be
(B) Mg
(C) Ca
(D) Al
૯. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય
ઘટના જવાબદાર છે?
(A) વાતાવરણીય વક્રીભવન
(B) વાતાવરણીય પરાવર્તન
(C) પરાવર્તન
(D) પૂર્ણ આંતરિક પરાવર્તન
૧૦. સ્ત્રીમાં માસિક સ્ત્રાવ લગભગ કેટલા દિવસ
માટે હોય છે?
(A)
2થી 8દિવસ
(B)
૧૦થી 12દિવસ
(C)
12થી 15દિવસ
(D)
28થી 32દિવસ
૧૧. આપેલા બે વિભાગોને સાચી રીતે જોડતો વિકલ્પ
પસંદ કરો :
વિભાગ A |
વિભાગ B (શોધ) |
૧. અશ્મિની
ઉમર ૨. સ્નેઈલ ૩.
પ્લેનેરીયા |
a.લિંગ
બદલી શકે b. સૌપ્રથમ
વાર આંખનો ઉદ્ભવ c. ફોર્શીલ
ડેટીંગ d. સરી
સૃપ |
A.(૧-d),(૨-b),(૩-a) B.(૧-a),(૨-b),(૩-d)
C.(૧-b),(૨-c),(૩-a) D.(૧-c),(૨-a),(૩-b)
● આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉતર લખો:
૧૨. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વનું વર્ગીકરણ
કેટલા સમુહમાં અને કેટલા આવર્તમાં કરવામાં આવ્યું છે?
૧૩. સૂત્રાત્મક રીતે ઓહમ્ નો નિયમ રજુ કરો.
૧૪. પવન-ઉર્જા ફાર્મમાં ટર્બાઇનની આવશ્યક ગતિ
ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જરૂરી છે?
૧૫. આહારશૃંખલા એટલે શું ?
૧૬. જંગલની નીપજો પર આધારિત ઉદ્યોગોના નામ આપો.
વિભાગ- B
● નીચે આપેલા પ્રશ્ન નં ૧૭ થી ૨૬ના આશરે ૪૦ થી ૫૦ શબ્દોમાં માગ્યા
નુજ્બ ઉતર લખો:
૧૭. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડીયમ હાઇડ્રોકસાઈડના
દ્રાવણનો સંયોગીકરણથી ઉદ્ભવતા ક્ષારનું નામ અને તેનું અણુંસુત્ર લખો. તેનો ઉપયોગ
અને લીટમસ પર્ત્યેનો સ્વભાવ લખો.
૧૮. રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને
અધાતુઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
૧૯. માગ્યા મુજબના બે તત્વોના નામ આપો.
(૧) બાહ્યતમ કક્ષામાં એક ઈલેક્ટ્રોન ધરાવતા
(૨) બાહ્યતમ કક્ષામાં બે ઈલેક્ટ્રોન ધરાવતા
અથવા
૧૯. નીચે કેટલાક તત્વોના પરમાણુંની
ઈલેક્ટ્રોનીય રચના આપેલી છે, તે પરથી તે તત્વોના આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો.
(૧) 2,8,4 (૨) 2,8,8,1
૨૦. ‘સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે.’
સમજાવો .
અથવા
૨૦. આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય
છે? આ પ્રક્રિયા ક્યાં અવયવમાં થાય છે?
૨૧. કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે
વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
૨૨. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો: વાહનોના સાઈડ
ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે.
૨૩. અવરોધોના શ્રેણી-જોડાણની લાક્શણીક્તાઓ
જણાવો.
અથવા
૨૩. ઓહમનો નિયમ લખો. ઓહમનો નિયમ ચકાસવા માટેના
પ્રયોગની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
૨૪. કોઈ ગૂંચળામાં વિધુતપ્રવાહ પ્રેરિત કરવાની
જુદી જુદી રીતો જણાવો.
૨૫. નિવસનતંત્રમાં વિગટકોની ભૂમિકા જણાવો.
૨૬. વન-આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઉભી થાય ?
અથવા
૨૬. બંધ બાંધવાના ફાયદા જણાવો.
વિભાગ-C
● નીચે આપેલા પ્રશ્ન નં ૨૭ થી ૩૪ના આશરે ૬૦થી ૮૦ શબ્દોમાં મુદાસર ઉતર
લખો :
૨૭. નીચેના પ્રશ્નોના ઉતર લખો:
(૧) સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત
કરવા જોઈએ?
(૨) નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યાર બાદ
તેઓને સમતોલિત કરો:
(i) બેરીયમ ક્લોરાઈડ એ એલ્યુમીનીયમ સલ્ફેટ સાથે સયોજાયને એલ્યુમીનીયમ
ક્લોરાઈડ અને બેરીયમ સલ્ફેટ બનાવે છે.
(ii) પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોકસાઈડ અને
હાઇડ્રોજન વાયુ આપે છે.
૨૮. ધાતુઓના છ સામાન્ય ભૌતિક ગુણધર્મો લખો.
અથવા
૨૮. મેગ્નેશિયમ ક્લોરાઈડ (MgCL2 )
નું નિર્માણ ઈલેક્ટ્રોનની આપ-લે દ્રારા સમજાવો.
૨૯. પરવર્તીક્રિયા એટલે શું? તેના ઉદાહરણો આપો.
૩૦. તરુણાવસ્થા દરમિયાન છોકરી અને છોકરામાં
જોવા મળતા સામાન્ય અને જાતીય ગૌણ લક્ષણો જણાવો.
૩૧. અશ્મિઓ એટલે શું ? અશ્મિ કેવી રીતે નિર્માણ
પામે છે તે જણાવી , વિવિધ પ્રકારના અશ્મિઓના ઉદાહરણો આપો.
અથવા
૩૧. ઉદ્ધવિકાસ આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો.
૩૨. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને થોડે દુર
મુકતા મળતા પ્રતિબિંબ ની કિરણાકૃતિ દોરો . પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. અથવા
૩૨. લેન્સની આગળ ૬૦ cm દુર મુકેલી વસ્તુનું
આભાસી પ્રતિબિંબ લેન્સના આગળના ભાગમાં ૨૦ cm અંતરે મળે છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ
શોધો.લેન્સનો પ્રકાર જણાવો.
૩૩. પરિપથમાં અવરોધો R1,R2 અને
R3 ને સમાંતર જોડેલ છે.R1 ,R2 અને R3 ના
મુલ્યો અનુક્રમે 5 Ω, 10 Ω, 30 Ω છે તેમને 12 V
બેટરી સાથે જોડેલ છે. (a) દરેક અવરોધમાંથી પસાર થતો વિધુતપ્રવાહ (b) પરિપથનો કુલ
વિધુતપ્રવાહ અને (c) પરિપથનો કુલ અવરોધ ગણો.
૩૪. અશ્મિ બળતણ એટલે શું? તેના ગેરફાયદાઓ
જણાવો.
વિભાગ D
t: 115%;">● નીચેના આપેલા પ્રશ્ન નં ૩૫થી ૩૯ના આસરે ૯૦થી ૧૨૦ શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તર ઉતર લખો :
૩૫. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) ‘નિર્બળ એસીડ અને પ્રબળ બેઇઝના તટસ્થીકરણથી ઉત્તપન થતા ક્ષારનું જલીય
દ્રાવણ બેઝીક સ્વભાવ ધરાવે છે,જયારે નિર્બળ બેઇઝ અને પ્રબળ એસિડના તટસ્થીકરણથી
ઉત્પન્ન થતા ક્ષારનું દ્રાવણ એસીડીક સ્વભાવ ધરાવે છે.’ સમજાવો.
(૨) બ્લીચીંગ પાવડરની બનાવટ વર્ણવો.
અથવા
૩૫. એસિડના રસાયણિક ગુણધર્મો સમીકરણ સહીત
સમજાવો.
૩૬. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) યોગશીલ પ્રક્રિયા એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
(2) વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ? ઉદાહરણ આપી
સમજાવો.
૩૭. મનુષ્યનું ઉત્સર્જનતતંત્ર આકૃતિ દોરી
સમજાવો.
૩૮. મેઘધનુષ નિર્માણ ની પ્રક્રિયા આકૃતિ દોરી
સમજાવો.
૩૯. વિધુત જનરેટર સિદ્ધાંત ,ઉપયોગો આકૃતિ દોરી
સમજાવો.
અથવા
૩૯. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) ફ્યુજ વિશે
ટૂંક નોધ લખો.
(2) શોર્ટ-સર્કીટ
વિશે ટૂંક નોધ લખો.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
Most
imp
પેપર વિજ્ઞાન ધો-૧૦ પેપર (4)
...................................................................................................................................................................................
વિભાગ-A
નીચે આપેલા પ્રશ્ન નં ૧ થી ૧૬. ના આશરે ૧૦ થી ૨૦
શબ્દોમાં માગ્યા મુજબ ઉતર લખો :
● આપેલા વિધાનો સાચાં બને તે રીતે ખાલી જગ્યા પૂરો :
૧. સિલ્વરના શુદ્રીકરણમાં કોપર ધાતુ ધ્વારા સિલ્વર
નાઈટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ...........પ્રક્રિયા વડે થાય છે.
૨. આલ્કેનનું સામાન્ય સૂત્ર..........છે.
૩. આનુંવશીક્તાના અભ્યાસ માટેના વ્યવસ્થિત
પ્રયોગો સૌપ્રથમ ...........નામના વેજ્ઞાનિકે કર્યા હતા.
૪. પરવર્તીક્રિયાનું સંચાલન ............કરે
છે.
● નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૫. ઈથેન અણુની રચનામાં 7 સહસંયોજક બંધ છે.
૬. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસાની સામે
વસ્તુને મુખ્ય અક્ષ પરના નિશ્ચિત સ્થાને મૂકી હોય,તો પ્રતિબિંબ પણ તે જ સ્થાને
મેળવી શકાય છે.
૭. મગજનો અનુમસ્તિષ્ક ભાગ શરીરની સ્થિતિ અને
સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે?
● આપેલા બહુવિકલ્પી ઉતર વાળા પ્રશ્નો માટે સાચાં વિકલ્પનો ક્રમ અને ઉતર
લખો:
૮. આધુનિક આવર્ત કોષ્ટકમાં બ્રોમીન (Br) જે
સમુહમાં આવેલું છે, તે સમુહમાં નીચેના પૈકી કયું તત્વ આવેલું છે ?
(A) CI
(B) BI
(C) Kr
(D) Si
૯. વાસ્તવિક સુર્યાસ્ત અને દેખીતા સુર્યાસ્ત
વચ્ચે સમયનો તફાવત કેટલો છે?
(A) 2.સેકન્ડ
(B) 20.સેકન્ડ
(C) 2.મિનીટ
(D) 4.મિનીટ
૧૦. નીચે આપેલી આકૃતિ (a), (b) અને (c)માં
સજીવના નામ ક્રમમાં લખો :
આકૃતિ દોરો
(A) યીસ્ટ,
રાઈજોપસ, પ્લેનેરીયા
(B) હય્ડ્રા.
રાઈજોપસ, પ્લેનેરીયા
(C) યીસ્ટ,
પ્લેનેરીયા, સ્પયરોગાયરા
(D) સ્પયરોગાયરા, પ્લેનેરીયા, અમીબા
૧૧. આપેલા બે વિભાગોને સાચી રીતે જોડતો વિકલ્પ
પસંદ કરો :
વિભાગ A |
વિભાગ B |
૧. પુરુષનું
લિંગી રંગસૂત્ર ૨.
સ્ત્રીનું લિંગી રંગસૂત્ર ૩. મનુષ્યમાં
રંગસૂત્રોની જોડ |
a.23 જોડ b. 46 જોડ c. XX d. XY |
A.(૧-c),(૨-d),(૩-b) B.(૧-d),(૨-c),(૩-a)
C.(૧-b),(૨-a),(૩-c) D.(૧-d),(૨-a),(૩-b)
● આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉતર લખો:
૧૨. પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું?
૧૩. એક વિધુત બલ્બનું રેટિંગ 220 V અને 100 V
છે, જયારે તેને 110 W પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હશે ?
૧૪. કોઈ પણ 2 ગ્રીનહાઉસ વાયુ ઓના નામ લખો.
૧૫. વિઘટકો કોને કહે છે?
૧૬. અમૃતાદેવીએ કયા વૃક્ષોના રક્ષણ માટે
જીવનનું બલિદાન આપ્યું હતું ?
વિભાગ- B
● નીચે આપેલા પ્રશ્ન નં ૧૭ થી ૨૬ના આશરે ૪૦ થી ૫૦ શબ્દોમાં માગ્યા
નુજ્બ ઉતર લખો:
૧૭. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે શબ્દ
સમીકરણો અને સમતોલિત સમીકરણો લખો.
(૧) સોડીયમ હાઇડ્રોકસાઈડની ઝિંક સાથેની પ્રક્રિયા
(૨) હાઇડ્રોક્લોરિક એસીડની સોડીયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા
૧૮. ભુન્જન અને કેલ્શીલેશન સમજાવો.
૧૯. મેન્ડેલીફ આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો.
અથવા
૧૯. એકજ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા
પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર સમજાવો.
૨૦. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો : પિત્તરસમાં
પાચક ઉત્સેચકો ણ હોવા ચાત તે અગત્યનો પાચક રસ છે.
અથવા
૨૦. તફાવત આપો: અજારાક શ્વશ્ન અને જારક શ્વશ્ન
૨૧. બીજાનું દ્રારા પ્રજનનથી સજીવને કેવી રીતે
લાભ થાય છે ?
૨૨. (૧) અરીસાનું સુત્ર એટલે શું ? તેનું સુત્ર
લખો.
૨૩. (૨) અરીસાની મોટવણી એટલે શું ? તેનું સુત્ર
લખો.
અથવા
૨૩. વિધુત ઈસ્ત્રી અને ટોસ્ટરની કોઈલ શુધ્ધ
ધાતુની ણ બનાવતા મીશ્રધાતુની કેમ બનાવવા માં આવે છે ?
૨૪. અર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુનાં
ઇલેક્ટ્રિક સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે ?
૨૫. ઘરગથ્થું કચરાનું ઉત્પાદન ઘટાડવાના ચાર
ઉપાયો સૂચવો.
૨૬. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે
જરૂરી છે ?
અથવા
૨૬. પર્યાવરણને બચાવવા માટેના પાંચ ‘R’ જણાવો.
તેમાંથી ગમેતે એક વિશે સમજાવો.
વિભાગ-C
● નીચે આપેલા પ્રશ્ન નં ૨૭ થી ૩૪ના આશરે ૬૦થી ૮૦ શબ્દોમાં મુદાસર ઉતર
લખો :
૨૭. નીચેના પ્રશ્નોના ઉતર લખો:
(૧) એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉષ્મા, પ્રકાશ
અને વિધુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.
(૨) વિસ્થાપન અને દ્રી- વિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ
પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો.
૨૮. કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની
વિધુતવિભાજનની રીત આકૃતિ દોરી સમજાવો.
અથવા
૨૮. સમજાવો.
(૧) જો લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મુકવામાં આવે તો શું થાય ?
(૨) સમીકરણો સમતોલિત કરો ; (i) Ca(s) + H2O(l) → (ii) Al(s) + HCl(aq) →
૨૯. મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય
સાથે વણવો.
૩૦. માનવવસીતિ – નિયત્રણની પદ્ધતિઓ વર્ણવો.
૩૧. આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ
સમજાવો.
અથવા
૩૧. નીચેના પ્રશ્નોના ઉતર લખો.
(૧) ક્યાં પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થય છે ?
(૨) શું ભૌગોલિક પૃથક્કરણ સ્વપરાગીત જાતિઓની વનસ્પતીઓના જાતિનિર્માણ માટે
મુખ્ય કારણ હોઈ શકે છે ?
શા માટે અથવા શા માટે નહિ ?
(૩) શું ભૌગોલિક પૃથક્કરણ અલીંગી પ્રજનન વાળા સજીવોમાં જાતિઓના નિર્માણ નું
મુખ્ય કારણ હોઈ શકે છે ?
શા માટે અથવા શા માટે નહી ?
૩૨. બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે
ઢાંકી દેવામાં આવ્યો છે. શું આ લેન્સનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે ? તમારું પરિણામ
પ્રાયોગિક રીતે (આકૃતિ દોરી) ચકાસો. તમારું અવલોકન સમજાવો.
અથવા
૩૨. ૩૦cm કેન્દ્રલંબાઈ વાળા અંતગોળ લેન્સની
સામે મુખ્ય અક્ષ પર વસ્તુને લંબરૂપે મુકેલી છે. જો વસ્તુ લેન્સથી ૨૦cm અંતરે
હોય,તો પ્રતિબિંબ નું સ્થાન શોધો.
૩૩. ઘરવપરાસના વિધુત જોડાણોમાં સમાંતર જોડાણના
ફાયદા જણાવો.
૩૪. નીચેના પ્રશ્નોના ઉતર આપો :
(૧) ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે ?
(૨) ઉત્તમ બળતણ કોને કહે છે ?
(૩) પ્રદુષણ રહિત બે ઉર્જાસ્ત્રોત ના નામ આપો.
તમારી દ્રષ્ટિએ તે પૈકી કયું ઉત્તમ છે ?
વિભાગ
D
● નીચેના આપેલા પ્રશ્ન નં ૩૫થી ૩૯ના આસરે ૯૦થી ૧૨૦ શબ્દોમાં
માગ્યા મુજબ સવિસ્તર ઉતર લખો :
૩૫. પ્રબળ એસીડ અને નિર્બળ એસીડ સમજાવો.
અથવા
૩૫. ધોવાના સોડાની બનાવટ અને ચાર ઉપયોગો જણાવો.
૩૬. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧) ઇથેનોલનું ઇથેનોઇક એસીડમાં
રૂપાંતર એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે ?
(૨) ઇથેનોઇક એસિડના બે ભૌતિક ગુણધર્મો અને બે ઉપયોગો જણાવો.
૩૭. પ્રકાસસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઈડ
વાયુ જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો.
૩૮. વાતાવરણીય વક્રીભવન સંક્ષિપ્તમાં સમજાવો.
વાતાવરણીય વક્રીભવન આધારિત ઘટનાઓ જણાવો.
૩૯. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧) વિધુતપ્રવાહધારિત સુરેખ વાહકની આસપાસ ઉત્ત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની
દિશા નક્કી કરવા માટે નો નિયમ લખો.
(૨) ચુંબકીય ક્ષેત્રને લંબ મુકેલા વિધુતપ્રવાહધારિત સુરેખ વાહક દ્રારા
અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
(૩) ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ વિધુતપ્રવાહધારિત વાહક ક્યારે મહત્તમ બળ
અનુભવશે ?
(૪) વિધુત જનરેટરમાં બ્રશનું કાર્ય લખો.
અથવા
૩૯. ગરેલું વિધુત પરીપથોમાં ઓવર લોડીગ માટે
જવાબદાર ત્રણ પરિબળો જણવો. ઓવર લોડીંગને નિવારવા માટે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ ?
Most
imp
પેપર વિજ્ઞાન ધો-૧૦ પેપર (5)
...................................................................................................................................................................................
વિભાગ-A
નીચે આપેલા પ્રશ્ન નં ૧ થી ૧૬. ના આશરે ૧૦ થી ૨૦
શબ્દોમાં માગ્યા મુજબ ઉતર લખો :
● આપેલા વિધાનો સાચાં બને તે રીતે ખાલી જગ્યા પૂરો :
૧. ગરમ લોખંડ પરથી પાણીની વરાળ પસાર કરતા બનતા
લોખંડના ઓક્સાઈડનું અણુસૂત્ર............છે.
૨. ડીટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન
સાથે.........ક્રીયાશીલ સમૂહ જોડાયેલ હોય છે.
૩. કુત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજના વંધ્ય
પુષ્પોમાંથી..........નો વિકાસ મેળવ્યો છે.
૪. હદયની સતત ધબકવાની ક્રિયાનું
નિયત્રણ..........ધ્વારા થાય છે.
● નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
૫. ઇથેનોઇક એસિડને એસીટીક એસીડ પણ કહે છે.
૬. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને
વક્રતાકેન્દ્ર C પર મુકવામાં આવે, તો પ્રતિબિંબ પણ વક્ર્તાકેન્દ્ર પર મળે છે.
૭. એડ્રીનાલિન અંત:સ્ત્રાવ રુધિરમાં શર્કરાની માત્રનું
નિયમન કરે છે.
● આપેલા બહુવિકલ્પી ઉતર વાળા પ્રશ્નો માટે સાચાં વિકલ્પનો ક્રમ અને ઉતર
લખો:
૮.
તત્વોના વર્ગીરણ માટે અષ્ટકનો સીદ્રાત ક્યાં વૈજ્ઞાનીકે આપ્યો ?
(A)
ડોબરેનર
(B) ન્યુલેન્ડ
(C) મેન્ડેલીફ
(D) હેન્નીમોસેલે
૯. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ ક્યા
લેન્સના ચશ્માં પહેરે છે ?
(A) બહિર્ગોળ લેન્સ
(B) અંતર્ગોળ લેન્સ
(C) નળાકારીય લેન્સ
(D) બાયોફોકલ લેન્સ
૧૦. આપેલ બે વિભાગોને સાચી રીતે જોડતો વિકલ્પ
પસંદ કરો:
વિભાગ A (અલીંગી
પ્રજનનની રીત) |
વિભાગ B (ઉદાહરણ) |
૧.
દ્રીભાજન ૨.
બહુભાજન ૩. કલીકાસર્જન
|
a. હય્ડ્રા
b. અમીબા c.
સ્પાયરોગાયરા d. પ્લાજમોડીયમ
|
A.(૧-d),(૨-c),(૩-b) B.(૧-c),(૨-d),(૩-a)
C.(૧-b),(૨-d),(૩-a) D.(૧-a),(૨-d),(૩-c)
૧૧.નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ
પસંદ કરો :
વિધાન P : જે અંગોની અંત:સ્થ રચના સરખી હોય, પણ કર્યો જુદા હોય તેવા અંગોને
સમુલક અંગો કહે છે.
વિધાન Q : સરખો દેખાવ અને સરખા કાર્ય કરતા, પરંતુ પાયાની સંરચના જુદી હોય
તેવા અંગોને કાર્ય સદસ અંગો કહે છે.
વિધાન R : ભૂતકાળમાં જીવંત હોય તેવા પ્રાણીઓ અને વનસ્પતિની છાપ અશ્મિ તરીકે
ઓળખાય છે.
A.
ત્રણેય વિધાન P,Q અને R સાચાં છે.
B.
માત્ર વિધાન R સાચું છે.
C.
વિધાનો P અને Q સાચાં છે તથા વિધાન
R ખોટું છે.
D.
ત્રણેય વિધાન P,Q અને R ખોટા છે.
● આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉતર લખો:
૧૨. ક્યાં તત્વની ઈલેક્ટ્રોન-રચના 2,8,2 છે.
૧૩. વિધુતપ્રવાહ વ્યાખ્યાયિત કરો.
૧૪. પુન:પ્રાપ્ય ઉર્જા સ્ર્તોત ક્યાં ક્યાં છે
?
૧૫. નીવસનતંત્ર ના અજૈવિક ઘટકો જણાવો.
૧૬. ગ્રીનહાઉસ વાયુનું વાતાવરણમાં પ્રમાણ
વધવાથી શું થાય છે ?
વિભાગ- B
● નીચે આપેલા પ્રશ્ન નં ૧૭ થી ૨૬ના આશરે ૪૦ થી ૫૦ શબ્દોમાં માગ્યા
નુજ્બ ઉતર લખો:
૧૭.શુષ્ક કસનળીમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ
કરતા થતી અસર જણાવો.
૧૮. “આયનીય સંયોજનો ઘન સ્વરૂપમાં વિદ્યુતના
અવાહક હોય છે,પરંતુ જલીય કે પીગ્લિત સ્વરૂપ માં વિદ્યુતના સુવાહક હોય છે.”સમજાવો.
૧૯. ડોબરેનરનો ત્રિપુટીનો નિયમ સમજાવો.
અથવા
૧૯. તફાવત આપો: સમૂહ ના તત્વો અને આવર્તના
તત્વો
૨૦. મનુષ્યમાં રુધીરનું બેવડું પરીવહનની
વ્યાખ્યા આપો.તે શા માટે જરૂરી છે?
અથવા
૨૦. આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને પરિણામે
શું થઇ શકે છે?
૨૧. દ્રિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે?
૨૨. નીચેના સાધનોમાં ક્યાં અરીસા વપરાય છે,તે
લખો.તમારો ઉત્તર કારણ સહીત જણાવો.
(૧)
કારની હેડલાઈટ (૨) વાહનો સાઈડ નો અરીસો
૨૩. અવરોધોના
સમાંતર જોડાણની લાક્ષણીકતાઓ જણાવો.
અથવા
૨૩. એવો વિધુતપરિપથ દોરો કે જેમાં 2 V ના ત્રણ
વિધુતકોષ, એક 5Ω નો અવરોધ,એક
8 Ω નો અવરોધ તથા
એક 12 Ω નો અવરોધ તથા
એક 12 Ωનો અવરોધ તથા એક
પ્લગ કળ બધા શ્રેણીમાં જોડાયેલા હોય. આ શ્રેણી જોડાણનો સમતુલ્ય
અવરોધ શોધો.
૨૪. રોજીંદા જીવનમાં ઉલટસુલટ પ્રવાહ (AC)
વાપરવાથી થતા ફાયદા જણાવો.
૨૫. નકામા કચરાનાં પ્રકારો સમજાવો.
૨૬. વન-સંરક્ષણ માટેના ઉપાયો સૂચવો.
અથવા
૨૬. જળ-સંગ્રહણના વ્યવસ્થાપનના ઉદ્દેશ કયા કયા
છે?
વિભાગ-C
● નીચે આપેલા પ્રશ્ન નં ૨૭ થી ૩૪ના આશરે ૬૦થી ૮૦ શબ્દોમાં મુદાસર ઉતર
લખો :
૨૭. નીચેના પ્રશ્નોના ઉતર લખો:
(૧) એક ચળકતાં કથ્થાઈ રંગનાં તત્વ ‘X’ને હવામાં ગરમ કરતાં તે કળા રંગનું
બને છે.તત્વ ‘x’ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો.
(૨) આપણે લોખંડની વસ્તુઓ પર રંગ શા માટે લગાવીએ છીએ?
૨૮. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું
નિષ્કર્ષણ સમજાવો.
અથવા
૨૮. મિશ્રધાતુ એટલે શું ? તેના ફાયદા જણાવો.કોઈ
પણ ત્રણ મિશ્રધાતુના ઘટકો અને ગુણધર્મો જણાવો.
૨૯. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને
તેના કાર્યનું વર્ણન કરો.
૩૦. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) અલીંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજ્ન્નથી શું લાભ થાય છે?
(૨) પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવો.
૩૧. આનુંવાન્શિક લક્ષણો અને ઉપાર્જિત લક્ષણો
ઉદાહરણ આપી સમજાવો.
અથવા
૩૧. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) વૈજ્ઞાનિક
કારણ આપી સમજાવો: લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે.
(2) તફાવતના
બે-બે મુદ્દા આપો : સમમુલક અંગો અને કાર્યસદશ અંગો.
૩૨. આપણે 15 cm કેન્દ્રલમ્બાઈના અંતર્ગોળ
અરીસાનો ઉપયોગ કરી એક વસ્તુનું ચત્ત્તું પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ.અરીસાથી
વસ્તુ-અંતરનો વિસ્તાર કેટલો હોવો જોઈએ ? પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે ? પ્રતિબિંબ
વસ્તુ કરતા મોટું હશે કે નાનું ? આ કિસ્સામાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ
દોરો.
અથવા
૩૨. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧) તફાવત આપો : બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ
(૨) એક અંતર્ગોળ અરીસો તેની સામેં 10 cm અંતરે રાખેલ વસ્તુનું ત્રણ ગણું
મોટું વાસ્તવિક પ્રતિબિબ આપે છે, તો પ્રતિબિંબ નું સ્થાન ક્યાં હશે ?
૩૩. દ્રવ્યની વિધુત અવરોધકતા એટલે શું ? તેનો
એકમ જણાવી ,તેની વ્યાખ્યા આપો.
૩૪. ઉર્જાસ્ત્રોત તરીકે જૈવભાર સમજાવો.
વિભાગ D
● નીચેના આપેલા પ્રશ્ન નં ૩૫થી ૩૯ના આસરે ૯૦થી ૧૨૦ શબ્દોમાં
માગ્યા મુજબ સવિસ્તર ઉતર લખો :
૩૫. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧) એસિડ અને બેઇઝની પ્રબળતા કેવી રીતે નક્કી કરાય છે ?
(૨) દાંતનું ક્ષયન રોકવામાં pHનું મહત્વ સમજાવો.
અથવા
૩૫. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧) દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં શા માટે ણ રાખવા
જોઈએ ?
(૨) સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે ?
૩૬. ઇથેનોલનું બંધારણીય સુત્ર લખો.તેના ચાર
ભૌતિક ગુણધર્મો અને ચાર ઉપયોગો લખો.
૩૭. જૈવિક ક્રિયાઓ એટલે શું ? સજીવો માટે
અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો.
૩૮. તારાઓ કેમ ટમટમે છે ? સવિસ્તર સમજાવો.
૩૯. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧) સોલેનોઈડ ચુંબક તરીકે કેવી રીતે વર્તે છે ? શું તમે ગજીયા ચુંબકની
મદદથી વિધુતપ્રવાહધારિત સોલેનોઈડ ઉત્તર અને દક્ષીણ દૃવ શોધી શકો ? સમજાવો
(૨) વિધુત જનરેટરના ઉપયોગો લખો.
અથવા
૩૯. ગરેલું વિધુત પરીપથોમાં ઓવર લોડીગ માટે
જવાબદાર ત્રણ પરિબળો જણવો. ઓવર લોડીંગને નિવારવા માટે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ ?
0 ટિપ્પણીઓ