AD

ધોરણ 10 વિજ્ઞાન માર્ચ 2023 બોર્ડ ની પરિક્ષા માટે નાં મોસ્ટ I.M.P પ્રશ્નો | Std 10 science March 2023 most imp questions

Std 10 science March 2023 most imp questions

By Asharafkhan Bihari


MARCH 2023 BLUEPRINT 




Vibhag - B (18 marks)


Chapter - 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

- કોઈ રાસાયણિક પ્રક્રિયા થઇ છે કે નહિ તે કયા કયા અવલોકનોને આધારે કહી શકાય?


- મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતાં પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે?


- નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. મીઠાના જલીય દ્રાવણની કાર્બન ડાયૉક્સાઈડ અને એમોનિયા સાથે પ્રક્રિયા થઇ એમોનિયમ ક્લૉરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. (સ્વા.6)


- જ્યારે કૉપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કૉપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે?


- ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપો. (સ્વા.9)


- એક ચળકતા કથ્થાઇ રંગના તત્ત્વ X’ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્ત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો.

- (a) લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? (b) તેલ તેમજ ચરબીયુક્ત ખાધ પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે?(c) ઉપર (a) અને (b)માં કઇ ઘટનાઓની વાત કરવામાં આવી છે.


Chapter - 2 એસિડ બેઝ અને ક્ષાર

• તટસ્થીકરણ એટલે શું ? તટસ્થીકરણ પ્રક્રિયા લખો. (March 2014) (March 2018)


દુધવાળો અલ્પમાત્રામાં ખાવાનો સોડા તાજા દૂધમાં ઉમેરે છે. i) તે દુધ થોડું આલ્કલાઇન શા માટે કરે છે? (Or તે તાજા દૂધની pHને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે?)

ii) આ દૂધમાંથી દહીં બનવામાં વાર કેમ લાગે છે? (March 2020)

વૈજ્ઞાનિક કારણ આપો : ઍલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક ઍસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. (March 2020)

• શા માટે દહીં અને ખાટાં પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઇએ? માં ન રાખવા

• સાંદ્ર ઍસિડને મંદ કરતી વખતે શા માટે ઍસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને ઍસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? (May 2021)

• ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો.


Chapter -  3 ધાતુઓ અને અધાતુઓ


એવી ધાતુનું ઉદાહરણ આપો: i) જે ઓરડાના તાપમાને પ્રવાહી ii) જે છરી વડે આસાનીથી કાપી શકાય છે. iii) જે ઉષ્માની ઉત્તમ વાહક છે.

iv) જે ઉષ્માની મંદવાહક છે. (May 2021)


• અધાતુના કોઈપણ ચાર ભૌતિક ગુણધર્મો જણાવો.


- ટિપાઉપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો.


- રાસાયણિક ગુણધર્મોને આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો.


- ગેંગ એટલે શું?


• અયસ્ક એટલે શું ? અયસ્કમાંથી ધાતુઓના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ સોપાન જણાવો.


(28) નીચેના પ્રશ્નોના જવાબ આપો.


(i) વૈજ્ઞાનિક કારણ આપો : પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે.


(ii) નીચે આપેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરી જરૂર જણાય તો સમતોલિત કરો. જાય તો સમાલિકી

(a) A.O,+HCl→

(b) MnO.+AN →


Chapter - 5 તત્ત્વોનું આવર્તી વર્ગીકરણ

(વિભાગ-Bમાં બે પ્રશ્ન પૂછાશે)


ડોબરેનરની ત્રિપુટીનો નિયમ આપો અને તેની મર્યાદા પણ લખો.


ન્યુર્લૅન્ડના અષ્ટકનો સિદ્ધાંત સમજાવો અને તેની મર્યાદા પણ લખો. (March 2020) મૅન્ડેલીફે પોતાનું આવર્તકોષ્ટક તૈયાર કરવા માટે કયાં માપદંડ ધ્યાનમાં લીધાં?


• તમારાં મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા?


ગેલિયમ સિવાય અત્યાર સુધી કયાં કયાં તત્ત્વો વિષે જાણ થઇ છે જેના માટે મેન્ડેલીકે


પોતાના આવર્તકોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું?ગમે તે બે)


• આવર્તકોષ્ટક આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. (જેમકે સ્વા.નો પ્રશ્ન 6)


આધુનિક આવર્ત નિયમ સમજાવો.


આધુનિક આવર્તકોષ્ટકમાં સમૂહ અને આવર્ત એટલે શું? કેટલા સમૂહ અને આવર્ત હોય છે?


• તફાવત આપો : મૅન્ડેલીફ આવર્તકોષ્ટક અને આધુનિક આવર્તકોષ્ટક (May 2021)


• તત્ત્વ Xનો પરમાણુ ક્રમાંક 12 છે.


i) તત્ત્વ X ઓળખો અને તેની ઇલેક્ટ્રોન રચના લખો.


Ch8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?


• DNAની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે? (May 2021) • શા માટે લિંગી પ્રજનન પદ્ધતિ થી પ્રજનન થવું જરૂરી છે?



-કોઈ સ્ત્રી કૉપર-Tનો ઉપયોગ રહી છે, તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે?


- જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે માદામાં શું ફેરફાર થાય છે?


- રજોદર્શન અને રજોનિવૃત્તિ (મેનોપોઝ) એટલે શું?

• માતાના શરીરમાં ગર્ભસ્થ ભૃણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે ?

- જરાયુ એટલે શું? ગર્ભાવસ્થામાં તેની ભૂમિકા વિષે ચર્ચા કરો.


- પુનર્જનન અને પ્રજનન સમાન નથી’ ઉદાહરણ આપી સમજાવો.


- લિંગી અને અલિંગી પ્રજનન કરતા હોય એવા બે-બે સજીવોના નામ આપો.(March 2017)

- શું કોઇ પ્રાણીને અનેક ટુકડાઓમાં વિભાજિત કરી નાખવા છતાં બધા ટુકડામાંથી નવા પ્રાણીનું સર્જન થઇ શકે? જો હા તો તે ઘટના સમજાવો.


Ch9 આનુવંશિકતા અને ઉદ્ગિકાસ


- અવતરવાની આ મનુષ્યમાં કિંગનિવનની ઘટન સમજાવો (જ) (પુત્ર કે પુત્રી શક્યતા સરખી રહેલી છે. વૈજ્ઞાનિક કારણ આપો. (March 2018)


- આનુવંશિક લક્ષણ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો.

- પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ એટલે શું?

- મૅન્ડલે પોતાના પ્રયોગ માટે વટાણાનો છોડ શા માટે પસંદ કર્યો?


- રમેશને બે પુત્રીઓ છે. તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશની પુત્ર મહેચ્છાને લીધે(a) પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ?માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે તો (b) રમેશની 2 પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવાંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું નહોતું.(c) ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે? શા માટે?


- આનુવંશિક અને ઉપાર્જિત લક્ષણો વચ્ચેનો ભેદ જણાવો. પ્રત્યેકનું એક એક ઉદાહરણ આપો.

• આંખ અને પીંછાના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્દિકાસ સમજાવો.


- સમમૂલક અને કાર્યસદ્દશ અંગો એક એક ઉદાહરણ સાથે સમજાવો. (March 2020)


- અશ્મિ કે જીવાશ્મ કે જીવાવશેષ એટલે શું?

• જંગલી કોબીજનો ઉટિકાસ સમજાવો.


- અશ્મિ શું છે? તે જૈવ ઉદવિકાસની ક્રિયા વિષે શું દર્શાવે છે?


- સમમુલક અંગો(રચના સદ્દશ અંગો) ઉત્ક્રાંતિના પુરાવા કઇ રીતે આપે છે?(March 2017) (July 2018)


- ઉદ્ગવિકાસીય સંબંધ સ્થાપિત કરવા માટે અશ્મિનું શું મહત્ત્વ છે?


- કાર્યસદ્દશ અંગો વિશે નોંધ લખો. (March 2019) (July 2018)

- રમેશને 2 પુત્રિઓ છે. તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશની પુત્ર મહેચ્છાને લીધે માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે તો.(a) પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ? પિતા કે માતાનું રંગસૂત્ર?આ છે (b) રમેશની 2 પુત્રીના કિસ્સામાં ક્યું રંગસૂત્ર આનુવંશિક્તાની દૃષ્ટિએ પ્રાપ્ત થયું ન હોતું(c) ગર્ભ પરિક્ષણ ગેરકાયદેસર છે? શા માટે?March 2020)


Ch12 વિધુતા(વિભાગ-8માં બે પ્રશ્ન પૂછાશે)


- વિધુતપ્રવાહ એટલે શું? તેના એકમને વ્યાખ્યાયિત કરો. (વિધુતપ્રવાહ કયા સાધન વડે માપી શકાય તે જણાવો.) (March 2014) (March 2018)


-વિધુતસ્થિતિમાનની વ્યાખ્યા આપી તેનો ડા એકમ જણાવો. (July 2018) (May 2021)


• વાહકનો અવરોધ કઇ બાબતો પર આધાર રાખે છે?


- જુલના તાપિય નિયમ વિશે નોંધ લખો.


- ઉદાહરણ.12.1, 12.3, 12.4, 12.12, ઉદા. 12.13


- વિધુત હીટરનો કોઇલનો અવરોધ 100 0 છે. અને તેને 200V ના પ્રાપ્તિસ્થાન સાથે જોડતા તે કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?


• 20 2 અવરોધ ધરાવતી વિધુત ઇસ્ત્રી 5 Aવિધુતપ્રવાહ ખેંચે છે. તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો.

Ch13 વિધુતપ્રવાહની ચુંબકીય અસરો

- હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઇ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે?


- ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રરેખાઓ દોરો.


- બે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાને કેમ છેતી નથી? (શું એક જ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક બીજાને છેદે? શા માટે)


- ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. (March 2014) (March 2017)(March 2018) (May 2021)


• પ્રેરિત વિધુતપ્રવાહ એટલે શું? તે કેવી રીતે મેળવી શકાય? (March 2009)


• ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ સમજાવો.


• ઉદા.13.2 અને પુસ્તકના પેજ નં. 231ના બહુવિકલ્પી પ્રશ્નો


- વિધુત વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. (March (March 2014)(March 2013 New) (March 2008)(2018) (March 2014)

- અથિંગ વાયરનું પ્રયોજન શું છે ? તેની જરૂરિયાત વિષે ટૂંકમાં સમજાવો.March 2008)

નીચેનાં પદો સમજાવો. (i) ઓવરલોડિંગ (ii) શોર્ટ સર્કિટ (iii) અથિંગ (iv) ફ્યુઝ


(May


Ch15 આપણું પર્યાવરણ(વિભાગ-8માં બે પ્રશ્ન પૂછાશે) 

નિવસનતંત્રના ઘટકો સમજાવો. (March 2017)


જૈવિક વિશાલન એટલે શું?


પોષકસ્તરો એટલે શું? એક આહારશૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ


પોષકસ્તરો જણાવો.


Ch15 આપણું પર્યાવરણ(વિભાગ-8માં બે પ્રશ્ન પૂછાશે)


નિવસનતંત્રના ઘટકો સમજાવો. (March 2017)


• જૈવિક વિશાલન એટલે શું?


પોષકસ્તરો એટલે શું? એક આહારશૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષકસ્તરો જણાવો.


તૃણભૂમિની આહારશૃંખલા વિષે ટૂંકમાં સમજૂતી આપો.


ઓઝોનસ્તર કેવી રીતે વિઘટન પામે છે? જણાવો.


ઓઝોન એટલે શું? તે કોઇ નિવસનતંત્રને કઇ રીતે અસર પહોંચાડે છે?


તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઇ પણ બે પદ્ધતિના નામ આપો. (થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે – આ વિધાન સમજાવો.) (March 2013 New) (May 2021)


(March 2020)


• તક઼ાવત આપો: જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો


જૈવવિઘટનીય પદાર્થો કોને કહે છે? કોઈપણ બે ઉદાહરણ આપો.


નકામા કચરાના પ્રકાર સમજાવો.(વિઘટનના આધારે કચરાના પ્રકારો સમજાવો.)


• આપણા પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીએ 8 ઑગસ્ટે ‘ગંદકીમુક્ત ભારત’ કાર્યક્રમની જાહેરાત કરી. આવા કાર્યક્રમો સફળ બનાવવા માટે તમે કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરશો તે તમારા શબ્દોમાં લખો.


તફાવત આપોઃ જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો


Ch16 નૈસર્ગિક સ્રોતોનું ટકાઉ પ્રબંધનવિભાગ-8માં બે પ્રશ્ન પૂછાશે)


પર્યાવરણ બચાવવા માટેના (i)Refuse (ના પાડવું) (ii)Repurpose (હેતુ કેર કરવો) અભિગમો સમજાવો.(5 R તૈયાર કરવા) (2R સમજાવો May 2021) (March 2020)


પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવમાં કયું પરિવર્તન લાવી શકો છો?


જંગલોની અગત્ય જણાવો. (May 2021)


• વન સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો.


• વન વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીના બે ઉદાહરણ આપો.


વન આચ્છાદન ઘટવાથી કઇ કઇ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે?


જંગલ સંરક્ષણમાં બીશ્નોઇ સમુદાયનો કાળો જણાવો.


મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં કઇ પાયાની સમસ્યાઓ કારણભૂત સમજાવો. (કોઇ પણ બે) (March 2020)


• જળવ્યવસ્થાપનના મુદ્દા વર્ણવો. (March 2014)


ઉર્જાના ઉપયોગ ઘટાડો લાવવા માટે તમે કયા ચાર ઉપાયો અજમાવશો.


આપણે અશ્મીભૂત બળતણ જેવાકે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક


કરવો જોઈએ?



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ