ધોરણ 10 પછી થતો ડિપ્લોમા/પોલિટેકિનક કોર્સ શું છે?
ડિપ્લોમા કોર્સ એક જોબ ઓરીએન્ટેડ કોર્સ છે જે લગભગ 3 વર્ષનો કોર્સ હોય છે. (અન્ય કેટલાક ડિપ્લોમા કોર્સ માટે ધો.12 ભણવું જરૂરી હોય છે.)
ડિપ્લોમા કોને લેવું જોઈએ?
જો તમારે ટેકિનકલ ફિલ્ડમાં જવું છે અને તમે ટૂંક સમયમાં (3 વર્ષમાં) જોબ કરવા માંગતા હોય તો ડિપ્લોમા તમારા માટે છે.
કયા કોર્સ હોય છે?
ટેક્નિકલ : મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પુટર, ઓટોમોબાઇલ, મેકાટ્રોનિક્સ, આઇટી, પેટ્રોકેમિકલ, બાયોમેડિકલ, પ્લાસ્ટિક ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ મેન્યુકેક્ચરિંગ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ ટેકનોલોજી, કેબ્રિકેશન ટેકનોલોજી, આર્કિટેક્ચર આસિસ્ટન્ટશીપ, પ્રિન્ટિંગ ટેકનોલોજી
અન્ય: કૃષિ ડિપ્લોમા, બાગાયત ડિપ્લોમા, કૃષિ ઇજનેરી, કૃષિ સહાકાર, Diploma in Animal Husbandry, DIPLOMA IN FOOD TECHNOLOGY AND NUTRITION, Diploma in Para Medical & Health Sciences, Diploma in Health Assistantship (General Medicine), Diploma in Para Medical & Health Sciences, Diploma in Design, ડિપ્લોમા ઇન ડ્રોઇંગ એન્ડ પેઇન્ટિંગ, ડિપ્લોમા ઇન સ્કલ્પચર એન્ડ મોડલિંગ
કોર્સની ફિસ કેટલી હોય છે?
સરકારી સંસ્થામાં અંદાજે વર્ષે 1000 રૂપિયા અને ખાનગી સંસ્થાઓમાં 30000-60000 રૂપિયા ક્રિસ હોય છે.
ડિપ્લોમા પછી આગળ ભણી શકાય?
હા, આગળ ડિગ્રી કોર્સ કરી શકાય છે. (D2D) જેમાં ડાયરેક્ટ ડિગ્રીના બીજા વર્ષમાં એડમિશન મળે છે.
જોબ ક્યાં મળે?
સરકારી, પ્રાઇવેટ, પીએસયુ નોકરીની તકો રહે છે.
શરૂઆતમાં પગાર કેટલો મળી શકે?
8000-15000(શરૂઆતમાં), સરકારી નોકરીમાં અંદાજે (20000-35000)
એડમિશન કેવી રીતે મળે?
ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે.
(https://gujdiploma.nic.in)
કોલેજ પસંદ કરતી વખતે શું ધ્યાનમાં લેવું?
એવી કોલેજ પસંદ કરવી જોઇએ જેમાં પ્લેસમેન્ટ મળતું હોય, તેમજ ફેકલ્ટી, વર્કશોપ, લેબ હોય. ભૂતપૂર્વ વિધાર્થીને પૂછી લેવું અને જાતે કોલેજ પણ જોઇ લેવી.
ડિપ્લોમા કરવાનો શું ફાયદો?
ડિગ્રીમાં એડમિશન લેવા 11-12 સાયન્સ તેમજ પ્રવેશ પરીક્ષા(ગુજકેટ) આપવી પડે અને પછી 4 વર્ષનો ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ, આમ કુલ 6 વર્ષ લાગે. જ્યારે ડિપ્લોમા કરીને તમે 3 વર્ષમાં જ જોબ કરતાં થઇ શકો છો તેમજ આગળ ડિગ્રીમાં ડાયરેક્ટ એડમિશન પણ લઈ શકાય.
ડિગ્રીની સરખામણીમાં ડિપ્લોમામાં પીએસયુ અને સરકારી નોકરીઓની તક વધારે રહે છે.11-12 સાયન્સ કરતાં સરળ છે.
એન્જિનિયરિંગનો કોર્સ, આમ કુલ 6 વર્ષ લાગે. જ્યારે ડિપ્લોમા કરીને તમે 3 વર્ષમાં જ જોબ કરતાં થઇ શકો છો તેમજ આગળ ડિગ્રીમાં ડાયરેક્ટ એડમિશન પણ લઇ શકાય.
ડિગ્રીની સરખામણીમાં ડિપ્લોમામાં પીએસયુ અને સરકારી નોકરીઓની તક વધારે રહે છે.
11-12 સાયન્સ કરતાં સરળ છે.
ડિપ્લોમા કરવાનો ગેરફાયદો શું?
આઇઆઇટીમાં એન્જિનિયરિંગ ન થઇ શકે.
Diploma admission 2022 official website 👇
વધું માહિતી 👇👇👇
વિડિયો માહિતિ 👇
Blog by - Asharafkhan Bihari
0 ટિપ્પણીઓ