AD

NEET 2022 TEST DATE - 29/JUNE/2022

NEET 2022 TEST DATE - 29/JUNE/2022

નોંધ:- એક વાર પ્રશ્ન શાંતી વાંચો વિચારો તમારો જવાબ નોંધો અને બાદ માં નીચે આપેલ answer key માંથી વેરીફાઈ કરો..

1. પાચનમાર્ગમાં કયાં પોષક દ્રવ્યો અભિશોષણ લાયક બનાવાય છે ?

A. કાર્બોહાઇડ્રેટ્સ , પ્રોટીન્સ , ચરબી

B. ચરબી , પાણી , વિટામિન્સ

C. પાણી , ખનીજ તત્ત્વો , વિટામિન્સ

D. વિટામિન્સ , પાણી , પ્રોટીન્સ


2. રુધિરના માધ્યમથી વહન પામતું કયું રસાયણ માનવમાં પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે ?

A. ગૅસ્ટ્રિન અંતઃસ્રાવ

B. જઠરરસ

C. ટ્રિપ્સિનોજન

D. ટ્રિપ્સિન


3. જડબાના અસ્થિના ખાડામાં દાંતના જોડાણને શું કહે છે ?

A. વિષમદંતી

B. પ્રતિસ્થાયી

C. સમદંતી

D. કૃપદંતી


4. મનુષ્યની સૌથી મોટી લાળગ્રંથિ માટે કયો વિકલ્પ સાચો છે ?

A. ઉપકર્ણગ્રંથિ

B. અધોહનુગ્રંથિ 

C. અધોજિહ્વાગ્રંથિ

D. આપેલ પૈકી એક પણ નહીં


5. ટ્રિપ્સિનોજન કયા સહઉત્સેચકને લીધે ક્રિયાશીલ બને છે ?

A. ટાઇલિન

B. એન્ટરોકાઇનેઝ

C. કાયમોટ્રિપ્સિનોજન

D. કાયમોટ્રિપ્સિન


6. ગ્લિસન્સ કૅપ્સુલ કયા અંગ ફરતે આવેલી હોય છે ?

A. કોલોન

B. યકૃત

C. જઠર

D. અઘાંત્ર


7. પિત્તરસમાં.........

A. પિત્તક્ષાર અને પાચક ઉત્સેચકો હોય છે .

B. પિત્તરંજકો અને પ્રોટીએઝ હોય છે .

C. A અને B બંને

D. કોઈ પાચક ઉત્સેચક હોતો નથી .


8. ખોરાકના અન્નમાર્ગમાં ક્રમશઃ સ્થળાંતર માટે કઈ ક્રિયા જરૂરી છે ?

A. રાસાયણિક પાચન

B. ભૌતિક પાચન

C. લાળગ્રંથિનો સ્રાવ

D. પરિસંકોચન


9. યકૃત અને પિત્તાશય માટે કયું વિધાન સાચું છે ?

A. બંને એકબીજા સાથે સંપર્ક ધરાવતા નથી .

B. બંનેનાં કાર્યો એકબીજાથી ભિન્ન છે .

C. પિત્તરસનું સર્જન યકૃતમાં થઈ પિત્તાશયમાં સંચય પામે છે .

D. યકૃત મુખ્ય પાચક અંગ છે , જ્યારે પિત્તાશય સહાયક પાચક અંગ છે .


10. ‘ ‘ પ્રોટીનના પાચનથી ડાયપેપ્ટાઇડ્સ બનવાની પ્રક્રિયા … . ' ' વિધાન પૂર્ણ કરો .

A. પ્રોટીએઝની અસરથી પક્વાશયમાં થાય છે .

B. પેપ્સિનની અસરથી જઠરમાં થાય છે .

C. પિત્તાશયમાં થાય છે .

D. મુખગુહામાં થાય છે .


11. પિત્તરસમાંનો કયો પદાર્થ ચરબીના પાચનમાં મદદરૂપ છે ?

A. પિત્તરંજકદ્રવ્યો

B. પિત્તક્ષાર

C. ઉત્સેચક લાઇપેઝ

D. કોલેસ્ટરોલ


12. અન્નમાર્ગની દીવાલના આ સ્તરમાં પાચક ગ્રંથિઓ હોય છે ?

A. અધઃશ્લેષ્મસ્તર

B. લસીસ્તર

C. સ્નાયુસ્તર

D. શ્લેષ્મસ્તર


13. પિત્તનળી બંધ થવાથી કોના પાચન પર વિપરીત અસર થાય છે ?

A. કાર્બોદિત

B. ચરબી ( મેદ )

C. પ્રોટીન

D. ન્યુક્લિઇક ઍસિડ


14. પાચનનળીમાં તેનું શોષણ મૂળ સ્વરૂપે થઈ શકે છે

A. ઈંડાનું આલ્બુમિન

B. બટાટાનો સ્ટાર્ચ

C. ચરબી - દ્રાવ્ય વિટામિન

D. વટાણાનું પ્રોટીન


15. એમાઇલેઝ , રેનિન અને ટ્રિપ્સિનમાં શું સામ્ય છે ?

A. બધા જ પ્રોટીન છે .

B. બધા પ્રોટીએઝ ઉત્સેચકો છે .

C. બધા પક્વાશયમાં કાર્ય કરે છે .

D. બધા અમ્લીય માધ્યમમાં કાર્ય કરે છે .


16. પેપ્સિન ટ્રિપ્સિનથી કઈ રીતે અલગ પડે છે ?

A. તે પ્રોટીનનું પાચન ઍસિડિક માધ્યમમાં કરે છે .

B. તે પ્રોટીનનું પાચન આલ્કલીય માધ્યમમાં કરે છે .

C. તે બંને માધ્યમમાં પ્રોટીનનું પાચન કરે છે .

D. તે પ્રોટીએઝ નથી .


17. તે સૌથી મોટી સહાયક પાચક ગ્રંથિ હોવા છતાં પાચક ઉત્સેચક ઉત્પન્ન થતી નથી .

A. લાળગ્રંથિ

B. જઠરગ્રંથિ

C. યકૃત

D. સ્વાદુપિંડ


18. નીચે પૈકી કઈ અનિયમિતતામાં મળોત્સર્જન દરમિયાન પ્રવાહી વધુ જાય છે તથા તે ખોરાકના અભિશોષણને ઘટાડે છે ?

A. અપચો

B. કમળો

C. ઝાડા

D. કબજિયાત


19. આકૃતિમાં ‘ a ’ અને ‘ b ’ નિર્દેશિત ભાગ માટે સંગત વિકલ્પ ક્યો છે ?

A. a – આંત્રપુચ્છ , b – કોલોન

B. a – આંત્રપુચ્છ , b – અઘાંત્ર

C. a – અઘાંત્ર , c – કોલોન

D. આપેલ પૈકી એક પણ નહીં


20. એન્ટરોકાઇનેઝની ગેરહાજરીમાં કઈ ક્રિયા અસર પામે છે ?

A. એમાઇલોઝ → માલ્ટોઝ

B. લિપિડ → ફૅટી ઍસિડ + ગ્લિસરોલ

C. પ્રોટીન → પ્રોટીઓઝ + પેપ્ટોન્સ

D. પ્રોટીઓસીસ , પેપ્ટોન્સ → ડાયપેપ્ટાઇડ


21. કયો ઉત્સેચક નાના આંતરડામાં બે એમિનો ઍસિડ ધરાવતા પદાર્થના પાચન માટે જરૂરી છે ?

A. પેપ્સિન

B. એમાઇલેઝ

C. ટ્રિપ્સિન

D. પેપ્ટિડેઝ ( ઇરેપ્સિન )


22. નાના આંતરડામાં પ્રવેશતા ખોરાક પર કયા પાચક રસોની અસર દર્શાવાય છે ?

A. પિત્તરસ , સ્વાદુરસ , લાળરસ

B. પિત્તરસ , સ્વાદુરસ , આંત્રરસ

C. સ્વાદુરસ , જઠરરસ , આંત્રરસ

D. જઠરરસ , પિત્તરસ , સ્વાદુરસ


23. શસ્ત્રક્રિયા દ્વારા મનુષ્યના શરીરમાંથી પિત્તાશયને દૂર કરતાં ....

A. ચરબીના પાચનની ખામી ઉદ્ભવે .

B. પ્રોટીનના પાચનની ખામી ઉદ્ભવે .

C. કમળાની શક્યતા સર્જાય .

D. આંતરડામાં અમ્લતા વધે .


24. નીચેનો કયો વિકલ્પ પિત્તાશયને પિત્તરસનો સ્રાવ કરવા પ્રેરતા અંતસ્રાવનું નામ અને સ્રાવી સ્રોત માટે સાચો છે ?

A. કોલિસિસ્ટોકાઇનિન – પક્વાશયની દીવાલ

B. સીક્રીટિન – પક્વાશયની દીવાલ

C. કોલિસિસ્ટોકાઇનિન – જઠરની દીવાલ

D. GIP – પક્વાશયની દીવાલ


25. યકૃતમાં ઉત્પન્ન થતા પિત્તરસનો પક્વાશય સુધીનો વહનમાર્ગ.......

A. યકૃતનલિકા → પિત્તાશય → પિત્તનલિકા → સામાન્ય પિત્તનળી → યકૃત- સ્વાદુપિંડનલિકા

B. પિત્તનલિકા → પિત્તાશય → યકૃતનલિકા → સામાન્ય પિત્તનળી → યકૃત-સ્વાદુપિંડનલિકા

C. પિત્તનલિકા → પિત્તાશય → યકૃતનલિકા → યકૃત - સ્વાદુપિંડનલિકા → સામાન્ય પિત્તનળી

D. યકૃતનલિકા → પિત્તાશય → પિત્તનલિકા → યકૃત - સ્વાદુપિંડનલિકા → સામાન્ય પિત્તનળી


26. એન્ટરોકાઇનેઝનો સ્રાવ ન થાય તો કોના પાચનને અસર થાય છે ?

A. નાના આંતરડામાં કાર્બોદિતના પાચનને

B. નાના આંતરડામાં પ્રોટીનના પાચનને

C. જઠરમાં પ્રોટીનના પાચનને

D. નાના આંતરડામાં ચરબીના પાચનને


27. ગોબ્લેટ કોષો ( Goblet cells ) ક્યાં આવેલા છે ?

A. યકૃતમાં

B. સ્વાદુપિંડના બહિસ્રાવી ક્ષેત્રમાં

C. અન્નમાર્ગની દીવાલના શ્લેષ્મસ્તરમાં

D. અન્નમાર્ગની દીવાલના અધઃશ્લેષ્મકમાં


28. પયસ્વિની શું છે ?

A. રસાંકુરોમાં આવેલી શોષક ગ્રંથિ

B. રસાંકુરોમાં આવેલી રુધિરકેશિકા

C. રસાંકુરોમાં આવેલી લસિકાવાહિની

D. રસાંકુરોમાં આવેલી શ્લેષ્મગ્રંથિ


29. કમળાના રોગમાં કયું અંગ અસરગ્રસ્ત થાય છે ?

A. જઠર

B. યકૃત

C. નાનું આંતરડું

D. સ્વાદુપિંડ


30. નીચેના પૈકી કયો પાચક રસ ઉત્સર્ગરસ ગણાય છે ?

A. લાળરસ

B. જઠરરસ

C. સ્વાદુરસ

D. પિત્તરસ


31. નાનું આંતરડું , જઠર કરતાં આ બાબતે અલગ છે .

A. પાચક રસનો સ્રાવ કરતી ગ્રંથિઓની હાજરી

B. અધ : શ્લેષ્મક સ્તર

C. શોષણ માટે રસાંકુરોની હાજરી

D. દીવાલમાં લસીસ્તર


32. યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ મેળવો :

  કૉલમ I            કૉલમ II

1. લાળરસ      p. પ્રોટીનનું અંશતઃ પાચન

2. જઠરરસ     q. કાર્બોદિતના પાચનની શરૂઆત

3. પિત્તરસ       r.  ડાયપેપ્ટાઇડ , ડાયસેકેરાઇડ ડાયગ્લિસરાઇડનું પાચન

4. સ્વાદુરસ      s. ચરબીના પાચનમાં મદદરૂપ

5. આંત્રરસ       t. ત્રણ નિષ્ક્રિય પ્રોટીએઝની હાજરી

A. ( 1 - q ) , ( 2 - p ) , ( 3 - s ) , ( 4 - t ) , ( 5 - r )

B. ( 1 – s ) , ( 2 – p ) , ( 3 - r ) , ( 4 - t ) , ( 5 - q )

C. ( 1 - r ) , ( 2 - p ) , ( 3 – s ) , ( 4− t ) , ( 5 – q )

D. ( 1 - q ) , ( 2 – s ) , ( 3 - p ) , ( 4-r ) , ( 5– t )


33. મનુષ્યમાં નાના આંતરડા અને મોટા આંતરડાના જોડાણસ્થાને કઈ રચના આવેલી છે ?

A. મુદ્રિકાસ્નાયુ વાલ્વ

B. ઇલિયો - સિકલ વાલ્વ

C. નિજઠર વાલ્વ

D. માંસલ અવરોધક વાલ્વ


34. નીચેનામાંથી યકૃત માટે અસંગત વાક્ય કયું છે ?

A. તે પુખ્ત મનુષ્યમાં 1.2 થી 1.5 કિગ્રા વજન ધરાવે છે .

B. તે સંયુક્ત પુષ્પગુચ્છ જેવી ગ્રંથિ છે .

C. તે ઉદરીય ગુહામાં આવેલું છે .

D. તે ડાબા અને જમણા ખંડમાં વિભાજિત થયેલું છે .


35. કાયલોમાઇક્રોન એટલે ...

A. ચરબીનું તેલોદીકરણ થતાં સર્જાતાં નાનાં તેલબિંદુઓ

B. પ્રોટીનથી આવરિત ચરબી ગોળકો

C. ચરબીથી આવરિત પ્રોટીન ગોળકો

D. લાઇપેઝથી આવિરત ચરબી ગોળકો


36. ન્યુક્લિઓસાઇડ્સ _ ન્યુક્લિઓસાઇડેઝ............. +..................

A. ગ્લુકોઝ , બેઇઝ

B. શર્કરા , બેઇઝ

C. ન્યુક્લિઇક ઍસિડ , નાઇટ્રોજન બેઇઝ

D. ઍસિડ , બેઇઝ


37. પિત્તરસ માટે સંગત વિકલ્પ કયો છે ?

      ઉત્પત્તિ      સંગ્રહ     કાર્યસ્થાન

A. પિત્તાશય – યકૃત – પક્વાશય

B. યકૃત – પક્વાશય – પિત્તાશય

C. પિત્તાશય – પક્વાશય – યકૃત

D. યકૃત – પિત્તાશય – પક્વાશય


38. પૃષ્ઠવંશી પ્રાણીના જઠરમાં રહેલ અધિચ્છદીય કોષો HCl થી જઠરનું રક્ષણ કેવી રીતે કરે છે ?

A. HCl મંદ છે .

B. અધિચ્છદીય કોષો HCl ના કાર્યનો પ્રતિકાર કરે છે .

C. જઠરમાં HCl નું તટસ્થીકરણ થાય છે .

D. અધિચ્છદીય કોષો શ્લેષ્મના સ્રાવથી ઢંકાયેલા હોય છે .


39. ગ્લોબેટ કોષો એટલે ?

A. શ્લેષ્મનો સ્રાવ કરતા કોષો

B. શોષણ કરતા કોષો

C. ઉત્સેચકનો સ્રાવ કરતા કોષો

D. ભક્ષણ કરતા કોષો


40. સ્વાદુપિંડ દ્વારા કયા અંતઃસ્રાવો સ્રવે છે ?

A. પ્રોલૅક્ટિન , ઇન્સ્યુલિન

B. ઇન્સ્યુલિન , ગ્લુકાગોન

C. સીક્રીટિન , ગ્લુકાગોન

D. બિલિરુબિન , પ્રોલૅક્ટિન


41. N2 યુકત ઉત્સર્ગપદાર્થનો પ્રકાર અને ઉત્સર્જનનો આધાર કોના ઉપર છે ?

( a ) પાણીની પ્રાપ્યતા ( b ) ખોરાકની પ્રાપ્યતા ( c ) Both ( d ) None


42. મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કેટલાં ઘટકોના બનેલો છે ?

( a ) 1 ( b ) 2  ( c ) 3 ( d ) 4


43. યુરિનમાં શર્કરા હાજર હોય તો તેને શું કહેવાય ?

( a ) માયકોસરિયા ( b ) ડાયકોસુરિયા ( C ) ગ્લાયકોસુરિયા  ( d ) ઓલિગોસુરીયા

 

44. મૂત્રનિકાલની પ્રક્રિયામાં ...

( a ) મૂત્રમાર્ગ વિકોચન પામે  ( b ) મૂત્રમાર્ગ સંકોચન પામે   

( c ) મૂત્રવાહિની સંકચોન પામે ( d ) મૂત્રવાહિની વિકોચન પામે


45. પોડોસાઈટસ કયાં જોવા મળે છે ?

( a ) બાઈજોન કોથળીની બાહ્ય દિવાલ ( b ) બાઉમેન કોથળીની અંદરની દિવાલ

( c ) મૂત્રવાહિની અંતઃસ્થ રચના ( d ) મૂત્રાશયની દિવાલમાં


46. યુરિનમાં સામાન્ય કરતા વધુ પ્રમાણમાં પાણીની હાજરી શેને કારણે થાય ?

( a ) ADH ઉણપ ( b ) ADH વધુ સ્ત્રાવ ( c ) Both ( d ) None


47. ડાયેલાઈઝર યુનિટમાં આવેલ નલિકાને શું કહેવાય ?

( a ) મૂત્રપિંડ નલિકા ( b ) મૂત્રપિંડ વાહિની ( c ) સેલોફોન વાહિની ( d ) સેલોફેન નલિકા


48. મૂત્રનિર્માણ ક્રિયા માટે બંધબેસતું ન હોય તેનું વિધાન કયુ ?

( a ) PCT માં સ્ત્રાવ થાય   ( b ) GFR 125 ml/ min છે .

( c ) કાઉન્ટર કરંટ ક્રિયાવિધીથી યુરિન વધુ સાંદ્ર થાય  ( d ) અલડોસ્ટેરોન વધુ Na + શોષણ ઉત્તેજે


49. શરીરમાં રૂધિરનાં કદમાં થતા ફેરફાર કોને ઉત્તેજીત બનાવે .

( a ) લંબમજજા ( b ) આકૃતિસંવેદી કેન્દ્ર ( c ) Both ( d ) None


50. રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ દર એટલે

( a ) બંને મૂત્રપિંડમાં 24 કલાકે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ

( b ) બંને મૂત્રપિંડમાં દર મિનિટે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ

( c ) બંને મૂત્રપિંડમાં દર દિવસે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ

( d ) એક જ મૂત્રપિંડમાં દર મિનિટે તમમ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ


51. H +, K+ અને એમોનિયાનું કાર્ય .....

( a ) દેહજળને શરીરમાં જ જાળવી રાખે ( b ) દેહજળનું આયોનિક & એસિડીક સંતુલન  ( C ) દેહજળનું આલ્કલિય સંતુલન   ( d ) દેહજળને મુકત કરવાનું


52. મૂત્રપિંડ નલિકાના કયા ભાગમાં NA " અને K સમતુલા જળવાય ?

( a ) PCT ( b ) DCT ( C ) હેન્લેનો પાશ (d) સ્વાદુપિંડ નલિકા


53. કયા ભાગમાં સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા શોષક કોને હોય છે ?

( a ) સંગ્રહણ નલિકા ( b ) DCT ( C ) PCT ( d ) બાઉમેન કોથળી


54. મૂત્રપિંડ મજજક અને બાહ્યકમાં સાંદ્રતા કેટલી હોય છે ?

( a ) 1200 & 30 ) mosmai / Lit ( b ) 300 & 1000 mosmai / લીત

( c ) 100 & 500 mosmai / લીત  ( d ) 500 & 700 mosmai / Lit


55. જયારે શરીરના પ્રવાહીના કદમાં વધારો થાય ત્યારે ...

( a ) ઓસ્મોરીસેપ્ટર કામ કરતાં અટકાવે → ADH → મૂત્રવૃધ્ધિ અટકે

( b ) ઓસ્મોરીસેપ્ટર કામ કરતાં અટકે → ADA સમાન ઉત્તેજાય → મૂત્રવૃધ્ધિ અટકે

( c ) ઓસ્મોરીસેપ્ટર કાર્ય કરતાં થાય → ADH → સ્ત્રાવ થાય → મૂત્રવૃધ્ધિ ઉત્તેજાય

( d ) ઓસ્મોરીસેપ્ટર કાર્ય કરતાં અટકાવે → ADH સ્ત્રાવ અટકે → મૂત્રવૃધ્ધિ ઉત્તેજાય


56. મૂત્રમાં વધુ પડતા ગ્લુકોઝની હાજરી કયા રોગને સૂચવે છે ?

( a ) ડાયાબિટીસ ( b ) હાઈપર ટેન્શન ( c ) એમ્ફીસેમા  ( d ) એન્જાઈના


57. સ્નિગ્ધગ્રંથીના સ્ત્રાવમાં કયા દ્રવ્યો હોય છે ?

( a ) હાઈડ્રોકાર્બન , સ્ટીરોલ્સ , યુરિયા ( b ) મીણ , હાઈડ્રોકાર્બન , સ્ટીરોટસ

( c ) મીણ , ફૈટીએસિડ , લેકટીક , એસિડ ( d ) સ્ટીરોલ્સ , ફેટીએસિડ , મીઠું


58. મૂત્રપિંડની પથરી એ ....

( b ) સ્ફટીકમય અદ્રાવ્ય ( a ) સ્ફટીકમય દ્રાવ્ય ક્ષારીનો જથ્થો છે . ( c ) Both ( d ) None


59. સહાયક ઉત્સર્ગ અંગ સંબંધિત અસંગત કર્યુ છે ?

( a ) હૃદય ( b ) યકૃત ( c ) ફેફસાં  ( d ) ત્વચા


60. હિમોડાયાલિસિસ બીજા કયા નામથી ઓળખાય છે ?

( a ) કૃત્રિમ હૃદય ( b ) કૃત્રિમ મૂત્રપિંડ  ( c ) કૃત્રિમ યકૃત  ( d ) કૃત્રિમ ફેફસાં

°°°°°°°°° ALL THE BEST WISHES FROM PRATIK PATEL &ASHARAF BIHARI °°°°°°°°°°


જવાબો


 1. A, 2.A, 3.D, 4.A, 5.B, 6.B, 7. D, 8.D, 9.C, 10. A, 11.B, 12.D, 13.B, 14.C, 15.A, 16.A, 17.C, 18.C, 19.B, 20.D, 21. D, 22. B, 23. A, 24. A, 25.A, 26.B,27.C, 28.C, 29. B. 30.D, 31.C, 32.A, 33.B, 34.B, 35.B, 36.B, 37.D, 38.D, 39.A, 40.B, 41.A, 42.B, 43.C, 44.A, 45.B, 46.A 47.D, 48.C, 49.B, 50.B, 51.B, 52.B, 53.C, 54.A, 55.D, 56.A, 57.B, 58.B, 59.A, 60. B

 




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ