AD

ધોરણ 9 વિજ્ઞાન દ્વિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ i.m.p પ્રશ્નો અને svs નાં પેપરો

તમારાં ધોરણ ની એકમ કસોટી સોલ્યુશન મેળવવા નીચે જુઓ 👇👇👇


ધોરણ 6 અંગ્રેજી એકમ કસોટી 

Pdf મેળવવાં અહીં ક્લિક કરો - click here



ધોરણ 7 ગણિત એકમ કસોટી સોલ્યુશન ફેબ્રુઆરી 2022

Pdf મેળવવાં નીચે ફોટા પર ક્લિક કરો 👇👇









ધોરણ 9 વિજ્ઞાન દ્વિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ i.m.p પ્રશ્નો.

પ્રકરણ-1,2,3,5,6,7,8,9,10,11,14,15

#digitalshala



Chapter-1 આપણી આસપાસ માં દ્રવ્ય

• શિયાળામાં ઓરડાના તાપમાને ઘી જામી જાય છે, પણ સોયાબીન કે રાઇનું તેલ જામી જતું નથી ગલનબિંદુ અને આંતરઆણ્વીય બળને આધારે સમજાવો.

• નીચે આપેલ પદાર્થોને આપણી આસપાસ મળી આવતા તેમની અવસ્થાને આધારે વર્ગીકૃત કરો. કેરોસીન, તેલ, સ્ટીલ, હવા, પારો, CNG, રુધિર

•દ્રવ્ય એટલે શું ? ઉદાહરણ આપો.

•બાષ્પીભવન એટલે શું? સમજાવો.

• દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે?

•બાષ્પીભવન પર અસર કરતાં પરિબળો સમજાવો.

•ગરમીના દિવસો(ઉનાળા)માં સુતરાઉ કપડાં શા માટે પહેરવાં જોઇએ?

•તમે તમારી કારમાં CNG કીટ લગાડેલી છે. જેમાં રોજ મુસાકરી કરો છો. તમારો મિત્ર ભાવિન સમયાંતરે કીટની ચકાસણી કરાવવાનું કહે છે. ઉનાળામાં CNG માટે ખાસ કાળજી લેવાનું પણ સૂચન કરે છે. આ સંદર્ભમાં નીચેના પ્રશ્નોના જવાબ આપો. (a) CNG શું છે ?

(b) શા માટે ઉનાળામાં CNG બળતણ પર આધારિત વાહનોની વધુ કાળજી લેવી પડે છે ? સમજાવો.

Chapter-2 આપણી આસપાસ ના દ્રવ્યો શુદ્ધ છે?

મિશ્રણ એટલે શું? મિશ્રણના પ્રકાર સમજાવો.(સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત આપો.)

• દ્રાવણ એટલે શું? દ્રાવણના ગુણધર્મો જણાવો.

• કલિલ દ્રાવણ એટલે શું? કલિલના ગુણધર્મો જણાવો.

• મિશ્રણમાંના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો.

(a) કલિલના ગુણધર્મો જણાવો (ગમે તે બે) (b) નીચે દર્શાવેલ કલિલના પ્રકારોના ઉદાહરણ જણાવો. (i) એરોસોલ (ii) ઇમલ્શન (ii) જેલ (iv) ઘનસોલ (c) એરોસોલ અને ઘનસોલમાં વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા જણાવો.

• દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યના ઉદાહરણ આપી સમજાવો.

• મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત આપો.

• ધાતુ તત્ત્વોના ગુણધર્મો જણાવો.

•નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો. 1. સંતૃપ્ત દ્રાવણ 2. શુધ્ધ પદાર્થ 3. કલિલ 4. નિલંબન 

• ઉદા. 21

Chapter-3 પરમાણુઓ અને અણુઓ

•ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા લખો.

• અણુભાર એટલે શું?

• ex-3.1, 3.2, 3.3, 3.4

સ્વા.પ્રશ્ન1, 3, 4, 7, 9, 10


Chapter.5 સજીવનો પાયાનો એકમ(1 ગુણ)

હેતુલક્ષી

•નીચે આપેલ અંગિકાઓના શોધકના નામ લખો. a) કોષકેન્દ્ર b) કોષ c) જીવરસ d) ગોલ્ગીકાય


Ch.6 પેશીઓ(1 ગુણ)


હેતુલક્ષી


Ch.7 સજીવોમાં વિવિધતા(09 ગુણ)


• ઉભયજીવી અને સરીસૃપ વચ્ચેનો તફાવત આપો. 


• તફાવત આપો : આવૃત્તબીજધારી વનસ્પતિ - અનાવૃત્તબીજધારી વનસ્પતિ.


• આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ?


• આદિમાનવ કોને કહે છે? તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્ન છે?


• સ્વા.1, 3, 4, 6


Ch.8 ગતિ (02 ગુણ)

• મગનભાઈ 20 મીટર લંબાઇના ચોરસ ખેતરની ધારે ધારે 80 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. 4 મિનિટ 40 સેકન્ડ બાદ મગનભાઇએ પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે ?

• એક પદાર્થ 45 માં 16m અંતર કાપે છે. ત્યારબાદ 2s માં 16m અંતર કાપે છે. તો આ પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે ?

• નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહે છે ? તે સમીકરણો સમજાવો.

• સ્થાનાંતર માટે નીચેનાં પૈકી કયું સાચું છે? (a) તે શૂન્ય હોઇ શકે નહિ tion (b) તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે.

• વેગ અને ઝડપ વચ્ચેનો તફાવત આપો.

• નીચેના પૈકી કઇ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકનાં ઉદાહરણ આપો: (a) કોઇ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ શૂન્ય હોય. (b) કોઈ વસ્તુ કે જે નિશ્ચિત દિશામાં ગતિ કરતી હોય તથા તેનો પ્રવેગ લંબ દિશામાં હોય.


Ch.9 બળ તથા ગતિના નિયમો(૦૩ ગુણ)

• અકસ્માતથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે ?

• ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જણાવી ઉદાહરણ દ્વારા સમજ આપો.

(a) એક ગાડીનું દળ 1200 kg છે. 2 ms`ના પ્રતિ પ્રવેગથી ગાડી સ્થિર સ્થિતિમાં આવે છે. તો ગાડી અને રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે ? (b) જડત્વને વ્યાખ્યાયિત કરો. દૈનિક જીવનમાં સ્પર્શતાં ઉદાહરણો આપી જડત્વ સ્પષ્ટ કરો.

•બળની વ્યાખ્યા લખો. ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહે છે?

• a) ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતીક સ્વરૂપ F=ma મેળવો. (b) એક રેસિંગકારનો અચળ પ્રવેગ 4ms છે. ગતિની શરૂઆત બાદ 10 s ના અંતે તેણે કેટલું અંતર કાપેલ હશે ?


Ch.10 ગુરુત્વાકર્ષણ(08 ગુણ)


ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો.


• કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 1/6 ભાગનું કેમ હોય છે?


• આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો.


• 291.1, 3, 13, 15, 17, 19, 22


Ex.10.2, 10.3, 10.5


Ch.11 કાર્ય અને ઊર્જા(06 ગુણ)


કાર્યની વ્યાખ્યા, એકમ, સૂત્ર


• ઊર્જાના પ્રકારો લખો અને તે પૈકી ગતિઊર્જાનું સૂત્ર તારવો.


• ઉર્જા સંરક્ષણનો નિયમ


• પાવર એટલે શું? વ્યાખ્યા, સૂત્ર, એકમ


21.4, 7, 9, 11, 14, 16, 21


Ex.11.4, 11.5, 11.6,11.8, 11.9


Ch.14 નૈસર્ગિક સ્ત્રોતો(02 ગુણ)


•જીવસૃષ્ટિ માટે પાણીનું મહત્ત્વ શું છે ? તમારા દૃષ્ટિકોણથી ટૂંકમાં સમજાવો. (a)

(a) ‘ઓઝોન વાયુ સજીવો માટે કેવી રીતે લાભદાયક છે ? - સમજાવો (b) ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થોના નામ જણાવો.


• કોઇ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો કેમ ડાળીમાંથી છૂટા પડી જાય છે ? સમજાવો.


• ગ્રીનહાઉસની અસર સમજાવો.


• મનુષ્યની ત્રણ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરો કે જે હવાના પ્રદૂષણ તરફ દોરી જાય છે.


• જળ-પ્રદૂષણ એટલે શું? જળ-પ્રદૂષણની અસરો જણાવો.


• ભૂમિનું ક્ષારણ એટલે શું? ક્ષારણને રોકવા અને ઓછું કરવા માટે કઇ-કઇ રીતો છે?


Ch.15 અન્તસ્રોતોમાં સુધારણા(06 ગુણ)


• જૈવિક અને અજૈવિક પરિબળ કેવી રીતે પાક-ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે?


• સેંદ્રિય ખાતર તેના પ્રકારો સાથે સમજાવો.


• આકાશ ધોરણ-9 માં અભ્યાસ કરે છે. તેના શિક્ષકે અન્તસ્રોત સુધારણા પ્રકરણ ભણાવ્યું. આકાશના પિતા ખેડૂત છે કે જે ખેતરમાં થતા નિંદણથી કંટાળી ગયા છે અને ઘરમાં તેની ચર્ચા કરે છે ત્યારે આકાશે પુસ્તકના આધારે નિંદણ દૂર કરવાની બે | પધ્ધતિઓનું સવિસ્તાર વર્ણન કર્યુ. આકાશે કઇ પધ્ધતિઓ જણાવી હશે તેનું તમારા શબ્દોમાં વર્ણન કરો.


• ભલાભાઈ એક ખેડૂત છે. રાસાયણિક ખાતરોની હાનિકારક અસરો જાણ્યા બાદ તેમણે તેમના ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કર્યો. તો તેના વિકલ્પમાં તેમણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઇએ. આપણા પુસ્તકના આધારે તે ખાતરનું નામ આપી તે ખાતરની સવિસ્તાર માહિતી આપો અને તેના પ્રકારોની પણ વિસ્તૃત માહિતી આપો.

•વ્યાવસાયિક સ્તરે મધ ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતી દેશી જાતની અને ઇટાલીની મધમાખીઓના માત્ર નામ આપો.

• સ્વા.1.2, 3, 4, 7, 8, 9


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ