NEET 2022 TEST DATE - 01/July/2022

નોંધ:- એક વાર પ્રશ્ન શાંતી વાંચો વિચારો તમારો જવાબ નોંધો અને બાદ માં નીચે આપેલ answer key માંથી વેરીફાઈ કરો..

TEST:01

1. સુગર ( ખાંડ ) નું સ્રોતથી સિંક સુધીના સ્થળાંતરનો અધિતર્ક સ્વીકૃત :

A. સંલગ્ન બળ અધિતર્ક     B. સામૂહિક વહન   C. મેલેટ અધિતર્ક      D. ડોનન અધિતર્ક

2. કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી પોતાના ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે તેને ઓળખવામાં આવે છે .

A. આસૃતિ     B. રસસંકોચન      C. પ્રસરણ      D. શોષણ

3. પર્ણરંધ્રોનું ખૂલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે .

A. અંતઃચૂષણ     B. આશૂનતા    C. પ્રસરણ      D. રસસંકોચન

4. જલવાહકની જલવાહિનીઓ અને પાણીના અણુઓ વચ્ચેના બળને...........કહે છે .

A. સંલગ્નવ      B. અભિલગ્ન     C. આશૂનદાબ     D. આસૃતિદાબ

5. રસસંકોચનની પ્રતિવર્તી પ્રક્રિયામાં કોષને ક્યાં મૂકવામાં આવે છે ?

A. અધિસાંદ્ર દ્રાવણ     B. સમસાંદ્ર દ્રાવણ     C. અધોસાંદ્ર દ્રાવણ      D. સંતૃપ્ત દ્રાવણ

6. અંતઃસ્તરના સુબેરીનયુક્ત સ્તરમાંથી દબાણપૂર્વક પાણીનું વહન થાય તેને......

A. રસારોહણ કહે છે .   B. દાબવહન કહે છે .     C. સંદ્રવ્ય પથ કહે છે .     D. શોષક દાબ કહે છે .

7. બીજાંકુરણ દરમિયાન મૂળના વિકાસ માટે તે ઉપયોગી છે .

A. મૂળદાબ      B. અંતઃચૂષણ દાબ     C. શોષક દાબ      D. આપેલ તમામ

8. પાણીના ઊર્ધ્યવહનનો મુખ્ય માર્ગ કયો છે ?

A. જલવાહિનિકી અને મૂળરોમ  B. જલવાહક પેશી  C. જલવાહિની અને અંતઃસ્તર D. બાહ્યક અને પરિચક્ર

9. કયું પટલ અપ્રવેશશીલ છે ?

A. વનસ્પતિકોષની નિર્જીવ કોષદીવાલ     B. પાર્ચમેન્ટ પેપર    C. ક્યુટિનયુક્ત દીવાલ    D. ફિલ્ટર પેપર

10. દ્રાવણ A તથા દ્રાવણ B ને અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા અલગ પાડવામાં આવ્યા છે , તો દ્રાવકના અણુઓનું વહન દ્રાવણ B થી દ્રાવણ A તરફ થાય છે તો નીચે પૈકી સાચું વિધાન કર્યું નથી ?

A. દ્રાવણ B અધોસાંદ્ર છે .      B. દ્રાવણ B અધિસાંદ્ર છે .    C. દ્રાવણ A અધોસાંદ્ર છે .      D. દ્રાવણ A અને B બંને અધોસાંદ્ર છે

11. જલોત્સર્ગી ગ્રંથિ ક્યારે પાણીને પ્રવાહી સ્વરૂપે નિકાલ કરે છે ?

A. રાત્રિ દરમિયાન , બાષ્પીભવન ઝડપી હોય ત્યારે        B. દિવસ દરમિયાન , બાષ્પીભવન ઝડપી હોય ત્યારે

C. રાત્રિ દરમિયાન , બાષ્પીભવન ધીમું હોય ત્યારે        D. આપેલ એક પણ પરિસ્થિતિમાં જલોત્સર્ગી ગ્રંથિનું કાર્ય શક્ય નથી

12. સૌથી ઓછો મૂળદાબ ક્યારે હોય છે ?

A. બાષ્પોત્સર્જનનો દર અને પાણીના શોષણનો દર બંને વધારે હોય ત્યારે        B. બાષ્પોત્સર્જનનો દર અને પાણીના શોષણનો દર બંને ઓછા હોય ત્યારે

C. બાષ્પોત્સર્જનનો દર નીચો અને પાણીના શોષણનો દર વધારે હોય ત્યારે     D. બાષ્પોત્સર્જનનો દર ઊંચો અને પાણીના શોષણનો દર નીચો હોય ત્યારે

13. કૅલ્વિનચક્ર......... માં થાય છે .

A. કોષરસ      B. કણાભસૂત્ર     C. ગ્લાયોક્સિઝોમ્સ     D. હિરતકણ

14. પ્રકાશસંશ્લેષણમાં પાણીના વિઘટનનો ઉપયોગ........

A. NADP ના રિડક્શનમાં   B. NADP ના ઑક્સિડેશનમાં    C. FAD ઑક્સિડેશનમાં     D. આપેલ પૈકી એક પણ નહીં

15. ચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં PS – I માંથી મુક્ત થયેલાં 4e- ........

A. PS – II માં આવે છે .                          B. PS – I માં પાછા ફરે છે .    C. 2NADP · 2H દ્વારા સ્વીકારાય છે .       D. NADP નું રિડક્શન કરે છે .

16. પ્રકાશની ઊંચી તીવ્રતાએ હરિતદ્રવ્યનું ઑક્સિડેશન થઈ વિઘટન થાય તે ક્રિયા........

A. ફોટોઑક્સિજનેશન       B. ફોટોરેસ્પિરેશન       C. ફોટોઑક્સિડેશન        D. ફોટોલિસિસ

17. પીળા રંગનાં રંજકદ્રવ્યો........

A. ઝેન્થોફિલ અને કેરેટીન          B. ક્લોરોફિલ – a અને ઝેન્થોફિલ         C. ઝેન્થોફિલ અને કેરોટીન         D. કેરોટીન અને ક્લોરોફિલ – b

18. યોગ્ય જોડ મેળવો :

      કૉલમ - I              કૉલમ-II

1. પ્રિસ્ટલી                  p . જાંબલી અને રિત બૅક્ટેરિયા પ્રકાશશક્તિનો ઉપયોગ કરે છે .

2. ઇન્જનહાઉસ          q . પ્રાણીઓના શ્વસનથી દૂર થયેલા 02 ની પૂર્તિ વનસ્પતિ છે .

3. વૉન સેચ                 r. પ્રકાશસંશ્લેષણમાં મુક્ત થતા O2 નો સ્રોત H2O છે .

4. વાન નિલ                 s . વનસ્પતિઓમાં લીલા પદાર્થો ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે .

5. રૉબર્ટ હિલ               t . હરિતદ્રવ્યયુક્ત અંગો પ્રકાશની હાજરીમાં જ O2 મુક્ત કરે છે .

A. ( 1 – q ) , ( 2 − t ) , ( 3 - s ) , ( 4 - p ) , ( 5 - r ) .    B. ( 1 - r ) , ( 2 - t ) , ( 3 - s ) , ( 4 - p ) , ( 5 - q ) .

C. ( 1 − t ) , ( 2 – q ) , ( 3 – s ) , ( 4-r ) , ( 5 - p ) .    D. ( 1 − t ) , ( 2 – s ) , ( 3 - q ) , ( 4 - r ) , ( 5 – p ) .

19. હિરતકણનું પટલમયતંત્ર......

A. પ્રકાશશક્તિનું શોષણ કરી ATP અને NADPH નું સંશ્લેષણ કરવા જવાબદાર છે .  

B. ATP અને NADPH વડે CO2 નું સ્થાપન કરવા જવાબદાર છે .

C. CO2 અને H2O વડે સંયોજન કરી ગ્લુકોઝનું નિર્માણ કરવા જવાબદાર છે .

D. વાતાવરણમાંથી CO2 અને મધ્યપર્ણમાંથી H2O નું શોષણ કરવા જવાબદાર છે .

20. નીચેના પૈકી કઈ બાબત અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનને લાગુ પડે છે ? .

A. તેમાં PS – I અને PS - II ભાગ લે છે .           B. તેમાં પાણીનું પ્રકાશવિઘટન થવું અનિવાર્ય છે .

C. તેમાં O2 ની મુક્તિ અને NADP નું રિડક્શન થાય છે     .D. આપેલ તમામ

21. પ્રકાશસંશ્લેષણના જૈવસંશ્લેષણ તબક્કામાં વાતાવરણના CO2 સાથે RuBP નું સંયોજન થતાં PGA ના બે અણુઓ બને છે . એ પ્રક્રિયાને શું કહેવાય ?

A. ડિફૉસ્ફોરાયલેશન       B. ડિકાર્બોક્સિલેશન       C. કાર્બોક્સિલેશન          D. ફૉસ્ફોરાયલેશન

22. ATP સિન્થેટેઝના CF1 કણોમાં પરિવર્તન માટે શું જવાબદાર છે ?

A. વીજાણુ પરિવહનતંત્રમાં થતું વીજાણુનું વહન    B. પ્રોટોન - ઢોળાંશ તૂટવાથી મુક્ત થતી ઊર્જા

C. પ્રોટોન ગ્રાહક NADP + ની હાજરી                 D. વીજાણુનું અચક્રીય વહન

23. યોગ્ય જોડ મેળવો :

કૉલમ I                         કૉલમ II   

1. C પથ                    p . કાર્બોદિતનું ઉત્પાદન ઘટાડે

2. ક્લોરોફિલ – b        q . પ્રોટોન - ઢોળાંશ

3. PS – II                  r . સહાયક રંજકદ્રવ્ય

4 . કેમિઓસ્મોટિક        S. ક્રેન્ઝ પેશીરચના

5. પ્રકાશશ્વસન કૉલમ    t . પાણીનું પ્રકાશવિઘટન

A. ( 1 – q ) , ( 2 – s ) , ( 3 − t ) , ( 4 - p ) , ( 5– r ) .

B. ( 1 – s ) , ( 2 – r ) , ( 3 − t ) , ( 4 - q ) , ( 5– p ) .

C. ( 1 - q ) , ( 2 -p ) , ( 3 − t ) , ( 4 – r ) , ( 5 – s ) .

D. ( 1 – s ) , ( 2 – r ) , ( 3 – q ) , ( 4 - p ) , ( 5– t ) .

24. ન્યૂનતમ કારકોના નિયમની સાચી સમજૂતી કઈ છે ?

A. રાસાયણિક પ્રક્રિયા પર દરેક પરિબળ તેના ન્યૂનતમ કારકમાં અસર કરે છે .

B. રાસાયણિક પ્રક્રિયા પર એક કરતાં વધારે પરિબળની અસરમાં જે ઘટક ન્યૂનતમ મૂલ્યની નજીક હોય તેનું કારક બદલવાથી ક્રિયા પર અસર થતી નથી .

C. રાસાયણિક પ્રક્રિયા પર અસર કરતાં પરિબળોમાં એક પરિબળ ન્યૂનતમ કારકમાં અને બાકીનાં પરિબળ મહત્તમ કારકમાં અસર કરે છે .

D. રાસાયણિક પ્રક્રિયા પર અસર કરતાં પરિબળોમાં જે ઘટક તેના ન્યૂનતમ મૂલ્યની નજીક હોય તેને ક્રિયાદર અનુસરે છે.

25. TCA ચક્ર ( કૅબ્સચક્ર ) ક્યાં થાય છે ?

A. કણાભસૂત્ર - આધારક B. હિરતકણ - આધારક  C. કોષરસ D , પેરૉક્સિઝોમ

26. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે તે સ્થળ

A. કણાભસૂત્ર  B. કણાભસૂત્રની ક્રિસ્ટી   C. કોષરસીય આધારક  D. કણાભસૂત્રનું અંતઃપટલ

27.ફ્રુક્ટોઝ 1 , 6 - બાયફૉસ્ફેટનું વિખંડન થતાં કયા બે અણુઓ બને ?

A. PGAL અને PGA   B. PGAL અને BPGAL     C. PGAL અને DHAP   D. PGA અને BPGA

28. ગ્લુકોઝના 1 અણુમાંથી ગ્લાયકોલિસિસ દ્વારા મળતી નીપજ :

A. 2 - પાયરુવિક ઍસિડ , 2NADH + H+ અને ATP     B. 2 - પાયરુવિક ઍસિડ , 2NADH + H+ અને 2ATP

C. પાયરુવિક ઍસિડ , NADH + H+ અને ADP            D. પાયરુવિક ઍસિડ , 2H+ , 2e- અને 4ATP

29. શ્વસનની જૈવરાસાયણિક પ્રક્રિયાના તબક્કાઓ પૈકીનો કયો તબક્કો સંપૂર્ણપણે અજારક તબક્કો છે ?

A. TCA ચક્ર      B. ક્રેબ્સચક્ર          C. પ્રકાશસંશ્લેષી શ્વસન        D. ગ્લાયકોલિસિસ

30. અજારક શ્વસન કરતા સજીવોમાં ફક્ત.........  ક્રિયા જ થાય છે .

A. ક્રેબ્સચક્ર        B. ગ્લાયકોલિસિસ        C. ફૉસ્ફોરીકરણ       D. ETS

જવાબો

1.B, 2.C, 3.B, 4.B, 5.C, 6.C, 7.B, 8.B, 9.C, 10.A, 11.C, 12.D, 13.D, 14.A, 15.B, 16.C, 17.C, 18.A, 19.A, 20.D, 21.C, 22.B, 23.B, 24.D, 25.A, 26.C, 27.C, 28.B, 29.D, 30.B

NEET TEST 02

1. પાચનમાર્ગમાં કયાં પોષક દ્રવ્યો અભિશોષણ લાયક બનાવાય છે ?

A. કાર્બોહાઇડ્રેટ્સ , પ્રોટીન્સ , ચરબી

B. ચરબી , પાણી , વિટામિન્સ

C. પાણી , ખનીજ તત્ત્વો , વિટામિન્સ

D. વિટામિન્સ , પાણી , પ્રોટીન્સ

2. રુધિરના માધ્યમથી વહન પામતું કયું રસાયણ માનવમાં પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે ?

A. ગૅસ્ટ્રિન અંતઃસ્રાવ

B. જઠરરસ

C. ટ્રિપ્સિનોજન

D. ટ્રિપ્સિન

3. જડબાના અસ્થિના ખાડામાં દાંતના જોડાણને શું કહે છે ?

A. વિષમદંતી

B. પ્રતિસ્થાયી

C. સમદંતી

D. કૃપદંતી

4. મનુષ્યની સૌથી મોટી લાળગ્રંથિ માટે કયો વિકલ્પ સાચો છે ?

A. ઉપકર્ણગ્રંથિ

B. અધોહનુગ્રંથિ

C. અધોજિહ્વાગ્રંથિ

D. આપેલ પૈકી એક પણ નહીં

5. ટ્રિપ્સિનોજન કયા સહઉત્સેચકને લીધે ક્રિયાશીલ બને છે ?

A. ટાઇલિન

B. એન્ટરોકાઇનેઝ

C. કાયમોટ્રિપ્સિનોજન

D. કાયમોટ્રિપ્સિન

6. ગ્લિસન્સ કૅપ્સુલ કયા અંગ ફરતે આવેલી હોય છે ?

A. કોલોન

B. યકૃત

C. જઠર

D. અઘાંત્ર

7. પિત્તરસમાં.........

A. પિત્તક્ષાર અને પાચક ઉત્સેચકો હોય છે .

B. પિત્તરંજકો અને પ્રોટીએઝ હોય છે .

C. A અને B બંને

D. કોઈ પાચક ઉત્સેચક હોતો નથી .

8. ખોરાકના અન્નમાર્ગમાં ક્રમશઃ સ્થળાંતર માટે કઈ ક્રિયા જરૂરી છે ?

A. રાસાયણિક પાચન

B. ભૌતિક પાચન

C. લાળગ્રંથિનો સ્રાવ

D. પરિસંકોચન

9. યકૃત અને પિત્તાશય માટે કયું વિધાન સાચું છે ?

A. બંને એકબીજા સાથે સંપર્ક ધરાવતા નથી .

B. બંનેનાં કાર્યો એકબીજાથી ભિન્ન છે .

C. પિત્તરસનું સર્જન યકૃતમાં થઈ પિત્તાશયમાં સંચય પામે છે .

D. યકૃત મુખ્ય પાચક અંગ છે , જ્યારે પિત્તાશય સહાયક પાચક અંગ છે .

10. ‘ ‘ પ્રોટીનના પાચનથી ડાયપેપ્ટાઇડ્સ બનવાની પ્રક્રિયા … . ' ' વિધાન પૂર્ણ કરો .

A. પ્રોટીએઝની અસરથી પક્વાશયમાં થાય છે .

B. પેપ્સિનની અસરથી જઠરમાં થાય છે .

C. પિત્તાશયમાં થાય છે .

D. મુખગુહામાં થાય છે .

11. પિત્તરસમાંનો કયો પદાર્થ ચરબીના પાચનમાં મદદરૂપ છે ?

A. પિત્તરંજકદ્રવ્યો

B. પિત્તક્ષાર

C. ઉત્સેચક લાઇપેઝ

D. કોલેસ્ટરોલ

12. અન્નમાર્ગની દીવાલના આ સ્તરમાં પાચક ગ્રંથિઓ હોય છે ?

A. અધઃશ્લેષ્મસ્તર

B. લસીસ્તર

C. સ્નાયુસ્તર

D. શ્લેષ્મસ્તર

13. પિત્તનળી બંધ થવાથી કોના પાચન પર વિપરીત અસર થાય છે ?

A. કાર્બોદિત

B. ચરબી ( મેદ )

C. પ્રોટીન

D. ન્યુક્લિઇક ઍસિડ

14. પાચનનળીમાં તેનું શોષણ મૂળ સ્વરૂપે થઈ શકે છે

A. ઈંડાનું આલ્બુમિન

B. બટાટાનો સ્ટાર્ચ

C. ચરબી - દ્રાવ્ય વિટામિન

D. વટાણાનું પ્રોટીન

15. એમાઇલેઝ , રેનિન અને ટ્રિપ્સિનમાં શું સામ્ય છે ?

A. બધા જ પ્રોટીન છે .

B. બધા પ્રોટીએઝ ઉત્સેચકો છે .

C. બધા પક્વાશયમાં કાર્ય કરે છે .

D. બધા અમ્લીય માધ્યમમાં કાર્ય કરે છે .

16. પેપ્સિન ટ્રિપ્સિનથી કઈ રીતે અલગ પડે છે ?

A. તે પ્રોટીનનું પાચન ઍસિડિક માધ્યમમાં કરે છે .

B. તે પ્રોટીનનું પાચન આલ્કલીય માધ્યમમાં કરે છે .

C. તે બંને માધ્યમમાં પ્રોટીનનું પાચન કરે છે .

D. તે પ્રોટીએઝ નથી .

17. તે સૌથી મોટી સહાયક પાચક ગ્રંથિ હોવા છતાં પાચક ઉત્સેચક ઉત્પન્ન થતી નથી .

A. લાળગ્રંથિ

B. જઠરગ્રંથિ

C. યકૃત

D. સ્વાદુપિંડ

18. નીચે પૈકી કઈ અનિયમિતતામાં મળોત્સર્જન દરમિયાન પ્રવાહી વધુ જાય છે તથા તે ખોરાકના અભિશોષણને ઘટાડે છે ?

A. અપચો

B. કમળો

C. ઝાડા

D. કબજિયાત

19. આકૃતિમાં ‘ a ’ અને ‘ b ’ નિર્દેશિત ભાગ માટે સંગત વિકલ્પ ક્યો છે ?

A. a – આંત્રપુચ્છ , b – કોલોન

B. a – આંત્રપુચ્છ , b – અઘાંત્ર

C. a – અઘાંત્ર , c – કોલોન

D. આપેલ પૈકી એક પણ નહીં

20. એન્ટરોકાઇનેઝની ગેરહાજરીમાં કઈ ક્રિયા અસર પામે છે ?

A. એમાઇલોઝ → માલ્ટોઝ

B. લિપિડ → ફૅટી ઍસિડ + ગ્લિસરોલ

C. પ્રોટીન → પ્રોટીઓઝ + પેપ્ટોન્સ

D. પ્રોટીઓસીસ , પેપ્ટોન્સ → ડાયપેપ્ટાઇડ

21. કયો ઉત્સેચક નાના આંતરડામાં બે એમિનો ઍસિડ ધરાવતા પદાર્થના પાચન માટે જરૂરી છે ?

A. પેપ્સિન

B. એમાઇલેઝ

C. ટ્રિપ્સિન

D. પેપ્ટિડેઝ ( ઇરેપ્સિન )

22. નાના આંતરડામાં પ્રવેશતા ખોરાક પર કયા પાચક રસોની અસર દર્શાવાય છે ?

A. પિત્તરસ , સ્વાદુરસ , લાળરસ

B. પિત્તરસ , સ્વાદુરસ , આંત્રરસ

C. સ્વાદુરસ , જઠરરસ , આંત્રરસ

D. જઠરરસ , પિત્તરસ , સ્વાદુરસ

23. શસ્ત્રક્રિયા દ્વારા મનુષ્યના શરીરમાંથી પિત્તાશયને દૂર કરતાં ....

A. ચરબીના પાચનની ખામી ઉદ્ભવે .

B. પ્રોટીનના પાચનની ખામી ઉદ્ભવે .

C. કમળાની શક્યતા સર્જાય .

D. આંતરડામાં અમ્લતા વધે .

24. નીચેનો કયો વિકલ્પ પિત્તાશયને પિત્તરસનો સ્રાવ કરવા પ્રેરતા અંતસ્રાવનું નામ અને સ્રાવી સ્રોત માટે સાચો છે ?

A. કોલિસિસ્ટોકાઇનિન – પક્વાશયની દીવાલ

B. સીક્રીટિન – પક્વાશયની દીવાલ

C. કોલિસિસ્ટોકાઇનિન – જઠરની દીવાલ

D. GIP – પક્વાશયની દીવાલ

25. યકૃતમાં ઉત્પન્ન થતા પિત્તરસનો પક્વાશય સુધીનો વહનમાર્ગ.......

A. યકૃતનલિકા → પિત્તાશય → પિત્તનલિકા → સામાન્ય પિત્તનળી → યકૃત- સ્વાદુપિંડનલિકા

B. પિત્તનલિકા → પિત્તાશય → યકૃતનલિકા → સામાન્ય પિત્તનળી → યકૃત-સ્વાદુપિંડનલિકા

C. પિત્તનલિકા → પિત્તાશય → યકૃતનલિકા → યકૃત - સ્વાદુપિંડનલિકા → સામાન્ય પિત્તનળી

D. યકૃતનલિકા → પિત્તાશય → પિત્તનલિકા → યકૃત - સ્વાદુપિંડનલિકા → સામાન્ય પિત્તનળી

26. એન્ટરોકાઇનેઝનો સ્રાવ ન થાય તો કોના પાચનને અસર થાય છે ?

A. નાના આંતરડામાં કાર્બોદિતના પાચનને

B. નાના આંતરડામાં પ્રોટીનના પાચનને

C. જઠરમાં પ્રોટીનના પાચનને

D. નાના આંતરડામાં ચરબીના પાચનને

27. ગોબ્લેટ કોષો ( Goblet cells ) ક્યાં આવેલા છે ?

A. યકૃતમાં

B. સ્વાદુપિંડના બહિસ્રાવી ક્ષેત્રમાં

C. અન્નમાર્ગની દીવાલના શ્લેષ્મસ્તરમાં

D. અન્નમાર્ગની દીવાલના અધઃશ્લેષ્મકમાં

28. પયસ્વિની શું છે ?

A. રસાંકુરોમાં આવેલી શોષક ગ્રંથિ

B. રસાંકુરોમાં આવેલી રુધિરકેશિકા

C. રસાંકુરોમાં આવેલી લસિકાવાહિની

D. રસાંકુરોમાં આવેલી શ્લેષ્મગ્રંથિ

29. કમળાના રોગમાં કયું અંગ અસરગ્રસ્ત થાય છે ?

A. જઠર

B. યકૃત

C. નાનું આંતરડું

D. સ્વાદુપિંડ

30. નીચેના પૈકી કયો પાચક રસ ઉત્સર્ગરસ ગણાય છે ?

A. લાળરસ

B. જઠરરસ

C. સ્વાદુરસ

D. પિત્તરસ

31. નાનું આંતરડું , જઠર કરતાં આ બાબતે અલગ છે .

A. પાચક રસનો સ્રાવ કરતી ગ્રંથિઓની હાજરી

B. અધ : શ્લેષ્મક સ્તર

C. શોષણ માટે રસાંકુરોની હાજરી

D. દીવાલમાં લસીસ્તર

32. યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ મેળવો :

  કૉલમ I            કૉલમ II

1. લાળરસ      p. પ્રોટીનનું અંશતઃ પાચન

2. જઠરરસ     q. કાર્બોદિતના પાચનની શરૂઆત

3. પિત્તરસ       r.  ડાયપેપ્ટાઇડ , ડાયસેકેરાઇડ ડાયગ્લિસરાઇડનું પાચન

4. સ્વાદુરસ      s. ચરબીના પાચનમાં મદદરૂપ

5. આંત્રરસ       t. ત્રણ નિષ્ક્રિય પ્રોટીએઝની હાજરી

A. ( 1 - q ) , ( 2 - p ) , ( 3 - s ) , ( 4 - t ) , ( 5 - r )

B. ( 1 – s ) , ( 2 – p ) , ( 3 - r ) , ( 4 - t ) , ( 5 - q )

C. ( 1 - r ) , ( 2 - p ) , ( 3 – s ) , ( 4− t ) , ( 5 – q )

D. ( 1 - q ) , ( 2 – s ) , ( 3 - p ) , ( 4-r ) , ( 5– t )

33. મનુષ્યમાં નાના આંતરડા અને મોટા આંતરડાના જોડાણસ્થાને કઈ રચના આવેલી છે ?

A. મુદ્રિકાસ્નાયુ વાલ્વ

B. ઇલિયો - સિકલ વાલ્વ

C. નિજઠર વાલ્વ

D. માંસલ અવરોધક વાલ્વ

34. નીચેનામાંથી યકૃત માટે અસંગત વાક્ય કયું છે ?

A. તે પુખ્ત મનુષ્યમાં 1.2 થી 1.5 કિગ્રા વજન ધરાવે છે .

B. તે સંયુક્ત પુષ્પગુચ્છ જેવી ગ્રંથિ છે .

C. તે ઉદરીય ગુહામાં આવેલું છે .

D. તે ડાબા અને જમણા ખંડમાં વિભાજિત થયેલું છે .

35. કાયલોમાઇક્રોન એટલે ...

A. ચરબીનું તેલોદીકરણ થતાં સર્જાતાં નાનાં તેલબિંદુઓ

B. પ્રોટીનથી આવરિત ચરબી ગોળકો

C. ચરબીથી આવરિત પ્રોટીન ગોળકો

D. લાઇપેઝથી આવિરત ચરબી ગોળકો

36. ન્યુક્લિઓસાઇડ્સ _ ન્યુક્લિઓસાઇડેઝ............. +..................

A. ગ્લુકોઝ , બેઇઝ

B. શર્કરા , બેઇઝ

C. ન્યુક્લિઇક ઍસિડ , નાઇટ્રોજન બેઇઝ

D. ઍસિડ , બેઇઝ

37. પિત્તરસ માટે સંગત વિકલ્પ કયો છે ?

      ઉત્પત્તિ      સંગ્રહ     કાર્યસ્થાન

A. પિત્તાશય – યકૃત – પક્વાશય

B. યકૃત – પક્વાશય – પિત્તાશય

C. પિત્તાશય – પક્વાશય – યકૃત

D. યકૃત – પિત્તાશય – પક્વાશય

38. પૃષ્ઠવંશી પ્રાણીના જઠરમાં રહેલ અધિચ્છદીય કોષો HCl થી જઠરનું રક્ષણ કેવી રીતે કરે છે ?

A. HCl મંદ છે .

B. અધિચ્છદીય કોષો HCl ના કાર્યનો પ્રતિકાર કરે છે .

C. જઠરમાં HCl નું તટસ્થીકરણ થાય છે .

D. અધિચ્છદીય કોષો શ્લેષ્મના સ્રાવથી ઢંકાયેલા હોય છે .

39. ગ્લોબેટ કોષો એટલે ?

A. શ્લેષ્મનો સ્રાવ કરતા કોષો

B. શોષણ કરતા કોષો

C. ઉત્સેચકનો સ્રાવ કરતા કોષો

D. ભક્ષણ કરતા કોષો

40. સ્વાદુપિંડ દ્વારા કયા અંતઃસ્રાવો સ્રવે છે ?

A. પ્રોલૅક્ટિન , ઇન્સ્યુલિન

B. ઇન્સ્યુલિન , ગ્લુકાગોન

C. સીક્રીટિન , ગ્લુકાગોન

D. બિલિરુબિન , પ્રોલૅક્ટિન

41. N2 યુકત ઉત્સર્ગપદાર્થનો પ્રકાર અને ઉત્સર્જનનો આધાર કોના ઉપર છે ?

( a ) પાણીની પ્રાપ્યતા ( b ) ખોરાકની પ્રાપ્યતા ( c ) Both ( d ) None

42. મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કેટલાં ઘટકોના બનેલો છે ?

( a ) 1 ( b ) 2  ( c ) 3 ( d ) 4

43. યુરિનમાં શર્કરા હાજર હોય તો તેને શું કહેવાય ?

( a ) માયકોસરિયા ( b ) ડાયકોસુરિયા ( C ) ગ્લાયકોસુરિયા  ( d ) ઓલિગોસુરીયા

44. મૂત્રનિકાલની પ્રક્રિયામાં ...

( a ) મૂત્રમાર્ગ વિકોચન પામે  ( b ) મૂત્રમાર્ગ સંકોચન પામે  

( c ) મૂત્રવાહિની સંકચોન પામે ( d ) મૂત્રવાહિની વિકોચન પામે

45. પોડોસાઈટસ કયાં જોવા મળે છે ?

( a ) બાઈજોન કોથળીની બાહ્ય દિવાલ ( b ) બાઉમેન કોથળીની અંદરની દિવાલ

( c ) મૂત્રવાહિની અંતઃસ્થ રચના ( d ) મૂત્રાશયની દિવાલમાં

46. યુરિનમાં સામાન્ય કરતા વધુ પ્રમાણમાં પાણીની હાજરી શેને કારણે થાય ?

( a ) ADH ઉણપ ( b ) ADH વધુ સ્ત્રાવ ( c ) Both ( d ) None

47. ડાયેલાઈઝર યુનિટમાં આવેલ નલિકાને શું કહેવાય ?

( a ) મૂત્રપિંડ નલિકા ( b ) મૂત્રપિંડ વાહિની ( c ) સેલોફોન વાહિની ( d ) સેલોફેન નલિકા

48. મૂત્રનિર્માણ ક્રિયા માટે બંધબેસતું ન હોય તેનું વિધાન કયુ ?

( a ) PCT માં સ્ત્રાવ થાય   ( b ) GFR 125 ml/ min છે .

( c ) કાઉન્ટર કરંટ ક્રિયાવિધીથી યુરિન વધુ સાંદ્ર થાય  ( d ) અલડોસ્ટેરોન વધુ Na + શોષણ ઉત્તેજે

49. શરીરમાં રૂધિરનાં કદમાં થતા ફેરફાર કોને ઉત્તેજીત બનાવે .

( a ) લંબમજજા ( b ) આકૃતિસંવેદી કેન્દ્ર ( c ) Both ( d ) None

50. રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ દર એટલે

( a ) બંને મૂત્રપિંડમાં 24 કલાકે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ

( b ) બંને મૂત્રપિંડમાં દર મિનિટે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ

( c ) બંને મૂત્રપિંડમાં દર દિવસે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ

( d ) એક જ મૂત્રપિંડમાં દર મિનિટે તમમ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ

51. H +, K+ અને એમોનિયાનું કાર્ય .....

( a ) દેહજળને શરીરમાં જ જાળવી રાખે ( b ) દેહજળનું આયોનિક & એસિડીક સંતુલન  ( C ) દેહજળનું આલ્કલિય સંતુલન   ( d ) દેહજળને મુકત કરવાનું

52. મૂત્રપિંડ નલિકાના કયા ભાગમાં NA " અને K સમતુલા જળવાય ?

( a ) PCT ( b ) DCT ( C ) હેન્લેનો પાશ (d) સ્વાદુપિંડ નલિકા

53. કયા ભાગમાં સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા શોષક કોને હોય છે ?

( a ) સંગ્રહણ નલિકા ( b ) DCT ( C ) PCT ( d ) બાઉમેન કોથળી

54. મૂત્રપિંડ મજજક અને બાહ્યકમાં સાંદ્રતા કેટલી હોય છે ?

( a ) 1200 & 30 ) mosmai / Lit ( b ) 300 & 1000 mosmai / લીત

( c ) 100 & 500 mosmai / લીત  ( d ) 500 & 700 mosmai / Lit

55. જયારે શરીરના પ્રવાહીના કદમાં વધારો થાય ત્યારે ...

( a ) ઓસ્મોરીસેપ્ટર કામ કરતાં અટકાવે → ADH → મૂત્રવૃધ્ધિ અટકે

( b ) ઓસ્મોરીસેપ્ટર કામ કરતાં અટકે → ADA સમાન ઉત્તેજાય → મૂત્રવૃધ્ધિ અટકે

( c ) ઓસ્મોરીસેપ્ટર કાર્ય કરતાં થાય → ADH → સ્ત્રાવ થાય → મૂત્રવૃધ્ધિ ઉત્તેજાય

( d ) ઓસ્મોરીસેપ્ટર કાર્ય કરતાં અટકાવે → ADH સ્ત્રાવ અટકે → મૂત્રવૃધ્ધિ ઉત્તેજાય

56. મૂત્રમાં વધુ પડતા ગ્લુકોઝની હાજરી કયા રોગને સૂચવે છે ?

( a ) ડાયાબિટીસ ( b ) હાઈપર ટેન્શન ( c ) એમ્ફીસેમા  ( d ) એન્જાઈના

57. સ્નિગ્ધગ્રંથીના સ્ત્રાવમાં કયા દ્રવ્યો હોય છે ?

( a ) હાઈડ્રોકાર્બન , સ્ટીરોલ્સ , યુરિયા ( b ) મીણ , હાઈડ્રોકાર્બન , સ્ટીરોટસ

( c ) મીણ , ફૈટીએસિડ , લેકટીક , એસિડ ( d ) સ્ટીરોલ્સ , ફેટીએસિડ , મીઠું

58. મૂત્રપિંડની પથરી એ ....

( b ) સ્ફટીકમય અદ્રાવ્ય ( a ) સ્ફટીકમય દ્રાવ્ય ક્ષારીનો જથ્થો છે . ( c ) Both ( d ) None

59. સહાયક ઉત્સર્ગ અંગ સંબંધિત અસંગત કર્યુ છે ?

( a ) હૃદય ( b ) યકૃત ( c ) ફેફસાં  ( d ) ત્વચા

60. હિમોડાયાલિસિસ બીજા કયા નામથી ઓળખાય છે ?

( a ) કૃત્રિમ હૃદય ( b ) કૃત્રિમ મૂત્રપિંડ  ( c ) કૃત્રિમ યકૃત  ( d ) કૃત્રિમ ફેફસાં

જવાબો
1. A, 2.A, 3.D, 4.A, 5.B, 6.B, 7. D, 8.D, 9.C, 10. A, 11.B, 12.D, 13.B, 14.C, 15.A, 16.A, 17.C, 18.C, 19.B, 20.D, 21. D, 22. B, 23. A, 24. A, 25.A, 26.B,27.C, 28.C, 29. B. 30.D, 31.C, 32.A, 33.B, 34.B, 35.B, 36.B, 37.D, 38.D, 39.A, 40.B, 41.A, 42.B, 43.C, 44.A, 45.B, 46.A 47.D, 48.C, 49.B, 50.B, 51.B, 52.B, 53.C, 54.A, 55.D, 56.A, 57.B, 58.B, 59.A, 60. B

°°°°°°°°° ALL THE BEST WISHES FROM PRATIK PATEL &ASHARAF BIHARI °°°°°°°°°°